નવા લેખકોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ પુસ્તક પર અપાતી સહાય રૂા.10 હજાર થી વધારીને રૂા.25 હજાર કરવાની જાહેરાત કરી

નવા લેખકોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ પુસ્તક પર અપાતી સહાય રૂા.10 હજાર થી વધારીને રૂા.25 હજાર કરવાની જાહેરાત કરી
નવા લેખકોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ પુસ્તક પર અપાતી સહાય રૂા.10 હજાર થી વધારીને રૂા.25 હજાર કરવાની જાહેરાત કરી
ગુજરાત યુનિવર્સીટી ખાતે ગુજરાત મીડિયા કલબ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિના સમાપન સમારંભમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ ફેસ્ટિવલના સમાપન પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત મીડિયા ક્લબના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલ ગુજરાતી ભાષા અને સાહિત્યનું સન્માન અને સ્વાભિમાન અનેકગણું વધારશે. ગુજરાતી ભાષામાં વ્યાકરણથી લઈને બાળ સાહિત્ય, ભક્તિ રસ, શૃંગાર રસ સહિતના તમામ રસને સમાવિષ્ટ કરતું ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન થયું છે જે સમાજને અનેકગણું ઉપયોગી બન્યું છે. આપણે આપણા ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વારસાનો ગર્વ લેવો જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, ભાષા, સંગીત, શબ્દો અને સાહિત્યને કોઈ સીમાડા નડતા નથી. આજે ગુજરાતી સાહિત્ય ખૂબ જ લોકભોગ્ય થયું છે. ઉન્નત સાહિત્ય વારસો સમાજ અને રાષ્ટ્રની તાકાત બનતો હોય છે. તે આવનારી પેઢીને પોતાના મૂળ સાથે જોડી રાખવાનું કામ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવા કાર્યક્રમો થકી આપણે સંસ્કૃતિ ને ભાષાને જોડવાનું અને મૂલવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ લિટરેચર ફેસ્ટિવલ આવનારા સમયમાં સમાજને વધુ સારા સાહિત્યકારો અને સાહિત્ય પૂરા પાડવામાં માધ્યમરૂપ બનશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Read National News : Click Here

સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે, સાહિત્યના તમામ રસને સમાવિષ્ટ કરતો આ અનોખો ફેસ્ટિવલ સાહિત્યપ્રેમી યુવાનોના વિચારોને નવી દિશા અને નવી ઊર્જા આપે છે, જે આવનારા સમયમાં નવા સાહિત્યકારો પેદા કરે છે.ઉભરતા લેખકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા નવા લેખકોને તેમના પ્રથમ પુસ્તક પર અપાતી સહાય ₹10,000 થી વધારીને ₹25,000 કરવામાં આવી છે એવી જાહેરાત મંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, સાહિત્યના રસથાળ સમાં બે દિવસીય ફેસ્ટિવલમાં સાહિત્ય, પત્રકારત્વ, કલા, સિનેમા, બાળ સાહિત્ય, વાર્તાજગત સહિત અનેકવિધ વિષયો પર ચર્ચા વિચારણા, સંવાદો અને ગોષ્ઠીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાપન પ્રસંગે ધારાસભ્ય કૌશિકભાઈ જૈન,  ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નીરજા ગુપ્તા, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ડાયરેકટર તથા સ્થાપક શ્યામ પારેખ, ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂર, ગુજરાત મીડિયા ક્લબના સભ્યો, મીડિયા અને ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો, સાહિત્યકારો, કલાકારો, પત્રકારો, સામાજિક અગ્રણીઓ, અધ્યાપકો, સાહિત્યપ્રેમીઓ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here