આટકોટ ડી.બી પટેલ એજ્યુ.ટ્રસ્ટનાં શૈક્ષણિક સંકુલમાં ટ્રસ્ટી પર ટોળાનો હુમલો

આટકોટ ડી.બી પટેલ એજ્યુ.ટ્રસ્ટનાં શૈક્ષણિક સંકુલમાં ટ્રસ્ટી પર ટોળાનો હુમલો
આટકોટ ડી.બી પટેલ એજ્યુ.ટ્રસ્ટનાં શૈક્ષણિક સંકુલમાં ટ્રસ્ટી પર ટોળાનો હુમલો
જસદણ તાલુકાના આટકોટ ગામે ભાવનગર હાઈવે પર આવેલી ડી.બી એજ્યુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી અરજણભાઇ રામાણી ઉપર  આ શૈક્ષણિક સંકુલની કચેરીમાં ટોળા સ્વરૂપે દોડી આવેલા કેટલાક શખ્સોએ  હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવેલા શખ્સો શૈક્ષણિક સંકુલની ઓફિસમાં રહેલા સીપીયુ રાઉટર વગેરે લઈને થઈ ગયા હતા. ટ્રસ્ટી અરજણભાઈ રામાણી સાથે  જપાજપી  થઈ હતી અને તેમના હાથમાં ઈજા પહોંચી હતી. જોકે  સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ  આટકોટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે. અરજણભાઇ રામાણી જણાવ્યું હતું કે અચાનક સવારે નવ વાગ્યે ગેટ પર રહેલા સિક્યુરિટી મેન ઉપર દબાણ કરી ગેટ ખોલી કેટલાક  શખ્શો અંદર પ્રવેશી ગયાં અને મુખ્ય ઓફીસમાં ધુસી કર્મચારીઓ મોબાઈલ ફોન લઇ લીધા હતા અને તેમને બંધક બનાવી બેસાડી દીધા હતા મારી ઓફિસમાં પ્રવેશ કરી જપાજપી કરી હતી અને મારી પર હુમલો કર્યો હતો મને આંગણી ભાગે ઈજા પહોંચી હતી. મારી ઓફિસમાંથી કોમ્પ્યુટર નું સીપીયુ ઉઠાવી લીધુ હતું. તેમજ બાજુની ઓફીસમાંથી રાઉટર પણ ઉઠાવી લીધું હતું અને મને મારી નાખવાની ધમકી આપી હતી અપશબ્દ  બોલતાં હતાં અડધી કલાક સુધી  અફડા તફડી મચી હતી તમાંમ ગાડી નંબર પ્લેટ વગરની હતી.

Read National News : Click Here

આ શૈક્ષણિક સંકુલ પટેલ સમાજ સંચાલિત શૈક્ષણિક સંકુલ  છે. ભૂતકાળમાં પટેલ સમાજના અન્ય ઉદ્યોગપતિ આ શૈક્ષણિક સંકુલનું સંચાલન કરતા હતા જોકે અંદાજે દશ બાર વર્ષ પહેલાં તેનું સંચાલન અરજણભાઈ રામાણીની ટીમ દ્વારા સાંભળવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં જે ટ્રસ્ટી આ શૈક્ષણિક સંકુલનું સંચાલન કરતા હતા તેમનો હાથ આજના હુમલામાં હોવાની ચર્ચાઓ વેહેતી થઈ છે જોકે   સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેમજ આરોપીઓ પકડાયા બાદ સમગ્ર ઘટનાની સાચી હકીકતનો ખ્યાલ આવે તેમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here