વિવેકાનંદ યુથ કલબ દ્વારા શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલમાં ગીતા જયંતિની ઉત્સાહભર ઉજવણી

રાજકોટ નગરની જાણીતા યુવા સંસ્થા યુથ કલબ દ્વારા  ગીતા જયંતિના પાવન અવસર નિમિતે શહેરની શ્રી કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલમાં શ્ર્લોક પઠન, છાત્રાઓનું વકતવ્ય, યુવા કથાકાર ભાવેશભાઇ વ્યાસનું પ્રવચન, ગીતાજી ગ્રંથ પૂજન સહિતના કાર્યક્રમો શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પ્રવીણભાઇ નિમાવતના અઘ્યક્ષ સ્થાને તેમજ જાણીતા કવિ નટવર આહખપરા, અક્ષર સ્કૂલના સંચાલક અજયભાઇ રાજાણી, વિષ્ણુભાઇ નિરંજની, વિજયભાઇ ઓઝાના મુખ્ય મહેમાનપદે યોજાવામાં આવેલા જેનું શહેર ભાજપ, અઘ્યક્ષ મુકેશભાઇ દોશીએ મંગળ દીપ પ્રગટાવી ઉદધાટન કરેલ કાર્યક્રમના પ્રારંભ.

Visit Saurashtra Kranti Homepage here

વિદ્યાર્થીની બહેનોએ ગીતાજીના શ્ર્લોકનું સમૂહ પઠન કરેલ શાળાની છાત્રાઓ દ્રષ્ટિબા, કેયુરી, રીકું ગઢવી, મહેક સહિતની બહેનોએ ભગવદ્ ગીતા વિશે પોતાનું વક્તવ્ય આપેલ સમારંભના અતિથિઓ, શાળાના પ્રિન્સીપાલ, વિદ્યાર્થીની બહેનો અને સંસ્થાના કાર્યક્રર્તાઓએ પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાનું કંકુ-ચોખા, પુષ્પ થી પૂજન કરેલ યુવા કથાકાર ભાવેશભાઇ વ્યાસે વિશેષ ઉપસ્થિત રહીને ભગવદ્ ગીતાનું મહત્વ, ઉપયોગીતા, જીવનમાં આપતી કોઇપણ પ્રકારની સમસ્યાનો ઉકેલ ભગવદ્ ગીતામાં છે. તેમ જણાવી સૌ કોઇને દરરોજ ગીતાના પાઠ કરવા જણાવેલ શાળાના પ્રિન્સીપાલ જયશ્રીબેન વોરાએ શબ્દોથી સૌનું સ્વાગત  કરેલ સંસ્થાના સેક્રેટરી  અનુપમ દોશીએ મહેમાનોનો પરીચય આપેલ શાળાની છાત્રા દર્ક્ષિતા ભટે કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરેલ અંતમાં આભારવિધિ પંકજ રૂપારેલીયાએ કરી હતી. સમ્રગ આયોજનની  સફળતા માટે હસુભાઇ શાહ, દિનેશભાઇ ગોવાણી, પરીમલભાઇ જોષી, જયેશભાઇ  ,વિપુલભાઇ ભટ્ટ કાર્યરત રહેલ.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here