મંદિરની દિવાલ તોડનાર સામે રામધૂન બોલાવી વિરોધ

મંદિરની દિવાલ તોડનાર સામે રામધૂન બોલાવી વિરોધ
મંદિરની દિવાલ તોડનાર સામે રામધૂન બોલાવી વિરોધ
લોક સંસદ વિચાર મંચ રાજકોટના દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, ઈન્દુભા રાઓલ, પ્રવીણ લાખાણી એ આક્ષેપ કરતા જણાવ્યું છે. કે, સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 14 ના 80 ફુટ રોડ પર આવેલ નટેશ્ર્વર મહાદેવ મંદિરના દિવાલની તોડફોડ અને ધાર્મિક વૃક્ષોનું નિકંદન ના અનુસંધાનમાં લોક સંસદ વિચાર મંચની રાહબરી હેઠળ લતાવાસીઓ અને આ વિસ્તારના ધર્મપ્રેમી જનતા દ્વારા આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રથમ કાર્યક્રમના ભાગરૂપે શાસકોને અને કમિશનરને સદબુદ્ધિ આપે એ માટે આંદોલન નટેશ્ર્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સત્સંગ હોલમાં સાંજના 6:30 કલાકથી 7:30 કલાક સુધી આંદોલનના શ્રી ગણેશ કરી રામ ધુન, હનુમાન ચાલીસા ના પાઠ, ધૂન, ભજન, કીર્તન કરવામાં આવેલ હતા અને આગામી દિવસોમાં મંદિરના ડિમોલિશન બાબતે કમિશનરને લેખિત રજૂઆત કરી જવાબ માંગવામાં આવશે કારણ કે બેફામ દબાણો જ્યાં છે તેની બાજુમાં નટેશ્ર્વર મંદિર ની દિવાલ નજરમાં આવી પરંતુ અન્ય દબાણો પ્રત્યે જે પ્રકારે ધૃતરાષ્ટ્ર નીતિ દાખવી અને આંખમિચામણા કરવામાં આવ્યા છે. તેની સામે અમારો સખત વિરોધ છે.

Read National News : Click Here

આજના નટેશ્ર્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાયેલા ધૂન, ભજન, કીર્તન અને રામધુન માં વિસ્તારના સામાજિક રાજકીય અગ્રણીઓ વેપારીઓ મહિલા આગેવાનો, સિનિયર સિટીઝન, એડવોકેટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, નટવરસિંહ સરવૈયા, ભરતસિંહ (કાનાભાઇ) જાડેજા, ભોલાભાઈ, વીરભદ્રસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, કમલેશભાઈ પારેખ, ધનરાજસિંહ જાડેજા, મહિલા સામાજિક અગ્રણી પદ્માબા ચૌહાણ, જસુબા વાંક, આરતીબા જાડેજા, શીલાબેન રાઠોડ, ધ્રુપદબા જાડેજા, કાંતાબેન પટેલ, કલાવતીબેન મહેતા, પૂર્વ ફોજી નટુભા ઝાલા કાળુભા ગોહિલ, લાલભાઈ બ્રાહ્મણ, દિવ્યેશભાઈ અગ્રાવત, ભરતભાઈ શાસ્ત્રી, શૈલેષભાઈ પંડ્યા, રાજભા જાડેજા, યશપાલસિંહ સરવૈયા, ભરતભાઈ પંડ્યા સહિતના આગેવાનો શહેરના જુદા જુદા વિસ્તારોમાં થી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here