બુલેટ ટ્રેનના તમામ 12 સ્ટેશનો ખાસ રીતે ડીઝાઈન:જોવા મળશે અદ્ભૂત નજારો

બુલેટ ટ્રેનના તમામ 12 સ્ટેશનો ખાસ રીતે ડીઝાઈન:જોવા મળશે અદ્ભૂત નજારો
બુલેટ ટ્રેનના તમામ 12 સ્ટેશનો ખાસ રીતે ડીઝાઈન:જોવા મળશે અદ્ભૂત નજારો
દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતના અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના તમામ 12 સ્ટેશનો પણ ખાસ હશે. જે શહેરમાં આ સ્ટેશનો હશે, તે સ્ટેશનની ઈમારતો લોકોને તે સ્થળના ઐતિહાસિક વારસાનો પરિચય કરાવતી જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

ઉદાહરણ તરીકે, ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતના સ્ટેશનને અંદર અને બહારથી હીરાની ચમક દર્શાવતી થીમ પર ડિઝાઇન કરવામાં આવશે. મુંબઈ સ્ટેશનના રવેશમાંથી તમે અરબી સમુદ્ર જોશો. જ્યાં તેમને વાદળો અને પથ્થરો સાથે અથડાતા ઊંચા મોજાની થીમ પણ જોવા મળશે. બુલેટ ટ્રેનના તમામ સ્ટેશન ખાસ 
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું કે, એરપોર્ટની જેમ બનાવવામાં આવનાર બુલેટ ટ્રેનના તમામ સ્ટેશન ખાસ હશે. જેમાં સાબરમતી સ્ટેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરખાને દર્શાવતું જોવા મળશે. મહારાષ્ટ્રના વિરાર સ્ટેશનના રવેશમાં લોકો પહાડોની પવનની લહેરો જોશે. સ્ટેશનમાં પ્રવેશતા પહેલા તેની ઇમારત બહારથી જોવા જેવી હશે. ઉલ્હાસ નદીની નજીક બનાવવામાં આવી રહેલા થાણે સ્ટેશનની છત પર મોજાની છાપ જોવા મળશે. જ્યારે પહાડો પરથી આવતા પવનો વિરાર સ્ટેશન પર જોવા મળશે.

અમદાવાદ સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે

બુલેટ ટ્રેનના અમદાવાદ સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે. મિલ્ક સિટી તરીકે ઓળખાતું આણંદ સ્ટેશન અંદર અને બહારથી દૂધની થીમ પર બનાવવામાં આવશે. વડોદરા સ્ટેશન પર વડના વૃક્ષની પેટર્ન જોવા મળશે. જ્યારે ભરૂચ સ્ટેશન 150 વર્ષ જૂની કળા અને તેના કલાકારોને માન આપીને સુતરાઉ વણાટનું પ્રદર્શન કરતું ડિઝાઇન કરવામાં આવશે. બીલીમોરા સ્ટેશન પર તમને કેરીના બગીચાઓની ઝલક જોવા મળશે.

Read National News : Click Here

દરેક સ્ટેશનની ખાસ વિશેષતા હશે

બુલેટ ટ્રેનના તમામ સ્ટેશનોને જે તે શહેરની વિશેષતાઓને સમાવીને ખાસ બનાવવામાં આવ્યા છે જેથી કરીને અહીંથી આવતા-જતા મુસાફરોને પણ શહેરની વિશેષતાઓ વિશે જાણકારી મળી શકે. આ માટે સ્ટેશનોમાં શહેરોની કેટલીક માહિતી પણ આપવામાં આવશે. આ 12 સ્ટેશનોમાંથી માત્ર મુંબઈ સ્ટેશનને જ અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. બાકીના તમામ 12 સ્ટેશન સામાન્ય સ્ટેશનો જેવા હશે. તમામ સ્ટેશનોમાં અનેકવિધ સુવિધાઓ હશે. જેમાં વેઇટિંગ લોન્જ, બેબી કેર રૂમ, રેસ્ટ રૂમ, સ્વચ્છ શૌચાલય, દુકાનો અને બિઝનેસ લોન્જ સહિત અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here