સોનલમાં જન્મ શતાબ્દી 12 બીજનું સોનલ બીજનું સમાપન ધામધુમ પુર્વક કરાયું

સોનલમાં જન્મ શતાબ્દી 12 બીજનું સોનલ બીજનું સમાપન ધામધુમ પુર્વક કરાયું
સોનલમાં જન્મ શતાબ્દી 12 બીજનું સોનલ બીજનું સમાપન ધામધુમ પુર્વક કરાયું
રાજકોટનાં આગણે ખોડીયાર ગઢવી યુવક મંડળે આઈશ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવનું ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી 12 બીજ સમાપન સમારોહ માં માતાજી ના સાનિધ્યમાં મઢડાથી પરમ પુજય આઈશ્રી કંચનમાં પધારેલ રામપરા થી પરમ વંદનીય આઈશ્રી રૂપલમાં પધારેલ, ગઢ શિશા કચ્છથી પરમ પૂજય આઈશ્રી માયાઆઈ પધારેલા તેમજ મોગલધામ આજીડેમથી પરમ પુજય આઈશ્રી લક્ષ્મીઆઈ પણ પધારેલા.

Visit Saurashtra Kranti Homepage here

ચારણ મહાત્મા પરમ પુજય પાલુભગતે પણ આર્શીવચનો આપેલ મઢ ડાથી પરમ વંદનીય ગીરીશ આપાયે પણ શતાબ્દી મહોત્સવમાં આયોજક પ્રકાશભાઈ કવલ તેની ટીમને બીરદાવી હતી તેમજ સામાજ શ્રેષ્ઠીઓ રામભાઈ જામંગ- એ.સી.પી. ટ્રાફીકે જે.બી. ગઢવી, હીંગોળદાનજી રત્નું ડી.વાય.એસ.પી. તેમજ ચંદુભાઈ સાબા અન્ય સંસ્થાઓના વડા પણ કાર્યક્રમમાં ઉપસ્થીત રહીયા હતા આ કાર્યક્રમમાં વિશેષ રૂપે સોનલમાં ને ગમતી પ્રવૃતિ શિક્ષણને વધુ મહત્વ આપેલ અને ચારણ ગઢવી જ્ઞાતીમાં તેજસ્વી તારલાઓના બહુમાન કરવામાં આવેલ હતુ 60 થી વધુ વિદ્યાર્થીઓને મુવમેન્ટ રોકડ પુરસ્કાર બેગ, પેડ, બોલપેન અન્ય જરૂરી કીટ વિદ્યાર્થીને આપવામાં આવેલ માતાજીઓના હસ્તક તેજસ્વી તારલાને બીરદાવીયા હતા વિશેષ રૂપે ચારણ ગઢવી સમાજની ડીરેકટરીનું વિમોચન પરમ પુજય જગદંબાઓના હસ્તે ડીરેકટરીનુ વિમોચન કરવામાં આવેલ સોનલમાં એજયુકેશન ચેરી.ટ્રસ્ટનાં મેને ડીરેકટર શ્રી રામભાઈ જામંગની અથાક મહેનતથી ડીરેકટરી ભાગ-2નુ વિમોચન કરેલ હતુ ત્યારબાદ રામભાઈ જામંગ ગીરીશઆપા દ્વારા વિદ્યાર્થીને સંબોધન કરવામાં આવેલ અને મઢડા પોષ સુદ બીજના કાર્યમાં લાગી જવા સમાજને અપીલ કરેલ હતી. પાલુભગતને પોતાની આગવી શૈલીમાં આર્શીવાદ આપ્યા હતા જાણીતા ઉદ્યોગપતી રણજીતભાઈ ઈસરાણી ધ્વારા યુવાનોને રોજગાર અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. રોજગારીની તકો ઉભી કરવા સમાજના યુવાનોને આહવાન કરવામાં આવ્યુ હતુ અને યુવાનોને તમામ પ્રકારે સહકાર આપવા ખાતરી આપી હતી. ત્યાર બાદ ચારણ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરેલ હતુ જેમા દાતા સ્વ. ગોવિંદભા ભલાભા ધાંધણીયા (નાના વડા) ધ્વારા પ્રસાદ આપેલ હતો. આશરે 3 થી 4000 ભાઈઓ બહેનોએ પ્રસાદીનો લાભ લીધેલ હતો.

Read National News : Click Here

આ કાર્યક્રમ પુર્ણ થયે રાત્રીના 10 વાગ્યાથી સોનલમાં સંભારણા કાર્યક્રમ ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં સુપસીધ્ધ કલાકારો મેરણભાઈ ગઢવી, હકાભા ગઢવી, હરેશદાનભાઈ સુરૂ, ધીરૂભાઈ સરવૈયા અને સાઈરામ દવે  સવારના 4 વાગ્યા સુધી ભાતીગળ લોક ડાયરાની રંગત જમાવી હતી. તેમજ જુદાજુદા જ્ઞાતીના મહાનુભાવાનો સન્માન કરવામાં આવેલ હતા. 12/આ કાર્યને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ પ્રકાશભા કવલ, ઉપપ્રમુખ મહીપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા વડગામા, ભરતભા નાગૈયા, હમીરભા ગુઢડા, કનુભા સાબા, સાંતીભા રતન, રવીરાજ ભાગોલ, કેસુભા મઘુડા, દેવરાજભા બળદા, લાભુભા રતન, દેવરાજભા બાવડા, રણજીતભા બળદા, દેવકરણભા મઘુડા, હેમરાજ મઘુડા, નારૂભા ભાસળીયા, રવીરાજભા નાગૈયા, હરેશભા વડગામા, લાલાભા રતન, મનોજભા ફુનડા, અજીતભા કવલ, મુકેશભા કવલ, લાભુભા બાવડા, યોગેશ પાલીયા, યોગેશભા બાવડા, લાભાભા વડગામા, ભરતભા ધાંધણીયા, શૈલેશ સાબા, કિશોરભા બાવડા, પ્રકાશ ચોરાળા, રાજભા રતન, વિજયભા ધાંધણીયા, કરશનભાઈ બુદશી, અનુભા ધાંધણીયા અને 100 થી વધુ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here