અમરેલીમાંથી ડુપ્લીકેટ ઘીની ફેકટરી ઝડપાઈ

અમરેલીમાંથી ડુપ્લીકેટ ઘીની ફેકટરી ઝડપાઈ
અમરેલીમાંથી ડુપ્લીકેટ ઘીની ફેકટરી ઝડપાઈ
હમણાં જાણે નકલી વસ્તુઓની ફેશન ચાલતી હોય તેમ નકલી અધિકારી, નકલી ઓફિસ, નકલી પી.એ., નકલી ટોલનાકુ, નકલી જીરું, ઝડપાયા બાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામેથી જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી નકલી ( ’ડુપ્લીકેટ ઘી’) ની ફેકટરી ઝડપાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં આશરે 30 લાખનો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. આ બનાવને લઈ અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ  અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામે ગઈ મોડી રાત્રે વોટર પ્લાન્ટની આડમાં ચાલતી એક નકલી ઘી ની ફેકટરી પર પોલીસનો દરોડો પાડ્યો હતો. જેમાં નકલી  (’ડુપ્લીકેટ ઘી’) ની ફેકટરી ઝડપાઇ હતી. જેમાં પોલીસે દરોડો પડતા તેમાં અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં ચાલતી હતી નકલી ઘી બનાવવાની ફેકટરી ધમધમતી હતી.ત્યારે વનસ્પતિ તેલમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી લીલીયા પોલીસે ઝડપી પાડી નકલી ધી નો જથ્થો, વનસ્પતિ તેલ સહિતની મશીનરી કબ્જે કરવામાં આવી છે. જ્યારે આ નકલી ઘી બનાવતી ફેક્ટરીમાંથી નકલી ઘી ભરવાના નાના મોટા ડબ્બા, બેરલ, મશીનરી સહિત આશરે 30 લાખનો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જ્યારે જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી નકલી ઘી ની ફેકટરી ઝડપાઈ જતા અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Read National News : Click Here

જ્યારે નકલી ઘી ની ફેક્ટરી રાજુલાનો એક શખ્સ લીલીયા તાલુકાનાના પીપળવા ગામે ચલાવતો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે હજુ હમણાં જ દિવાળી તથા લગ્નસરાની મોસમ પુરી થઈ છે. ત્યારે આવા પ્રસંગોમાં આવા નકલી ઘી નો પણ ઉપયોગ થયો હોવાની શક્યતા નકારી શકાતી નથી. ત્યારે લાખો લોકના પેટમાં આ ’નકલી ઘી’ પધરાવી દેવાયું હોવાની પણ શક્યતા છે. ત્યારે આ ફેક્ટરીમાંથી કેટલા લોકોને ’નકલી ઘી’  સપ્લાય કરવામાં આવેલ છે. તે પણ તપાસનો વિષય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here