વિજ્ઞાન ભારતી તથા ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે

વિજ્ઞાન ભારતી તથા ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે
વિજ્ઞાન ભારતી તથા ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે
વિજ્ઞાન ભારતી (વિભા) અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલન (બી.વી.એસ.-2023) પ્રથમ વખત જ ગુજરાત રાજ્યમાં યોજાઈ રહ્યું છે. આ વિશિષ્ટ પ્રકારનાં સંમેલનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર વિસ્તારનાં 1000 થી પણ વધુ વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં સંશોધકો ઉપરોકત સંમેલનમાં ભાગ લેવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં અભ્યાસ કરતાં છાત્રોની સાથે કોઈ પ્રકારનાં વિશિષ્ટ સંશોધનો કરનાર કોઈપણ વ્યક્તિ કદાચ તેઓ અભ્યાસ પણ ન કરતાં હોય તેમ છતાં તેમનાં સંશોધનને પોતાની ’માતૃભાષા’માં રજુ કરી શકે તે પ્રકારનો વિશિષ્ટ આયોજન એટલે બી.વી.એસ.2023. દુનિયાભરનાં દેશોમાં એકમાત્ર ભારત દેશમાં 6 વિજ્ઞાન ભારતીનાં માધ્યમથી દર બે વર્ષે આ પ્રકારનું સંમેલનનું આયોજન કરવામાં આવે છે અને તેમાં વિજ્ઞાન પ્રદર્શીની, વિજ્ઞાન પુસ્તક મેળો, વૈજ્ઞાનિકો સાથે આદાન-પ્રદાન, વિજ્ઞાનનાં જાદુઈ પ્રયોગો તથા જુદી-જુદી 16 પ્રકારની થીમોમાં વૈજ્ઞાનિકો મારફત વ્યાખ્યાનો, સંશોધનપત્રોની રજુઆત તેમ 16 પરિસંવાદો યોજાવાનાં છે જેમાં 1800 થી વધુ સંશોધન પત્રો થીમ કો-ઓર્ડીનેટ્સ મારફત સિલેકટ કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમ વિજ્ઞાન ભારતીનાં ગુજરાત એકમનાં અધ્યક્ષ ડો. ચૈતન્યભાઈ જોષી, સચિવ જીજ્ઞેશભાઈ બોરીસાગર અને વિજ્ઞાન ભારતી પશ્ર્ચિમ ક્ષેત્રનાં પ્રચારક શ્રી પ્રસાદજીનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવેનાં સફળ માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર વિસ્તારનાં મહત્તમ છાત્રો ભારતીય વિજ્ઞાન સંમેલનનો નિ:શુલ્ક લાભ લે તે માટે વિજ્ઞાન ભારતી સૌરાષ્ટ્ર એકમનાં અધ્યક્ષ પ્રો. નિકેશભાઈ શાહ, સચિવશ્રી પ્રો. પ્રદિપભાઈ જોષી, થીમ કો-ઓર્ડીનેટ્સ પ્રો. રમેશભાઈ કોઠારી, ડો. પિયુષભાઈ સોલંકી, ડો. દેવિતભાઈ ધ્રુવ, ડો. એ.ડી. જોષી અને તેની ટીમ મારફત તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.

વિજ્ઞાન ભારતી (વિભા) તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત છઠ્ઠા ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ ચાર દિવસીય સંમેલનનું આયોજન તારીખ 21 થી 24, ડિસેમ્બર 2023 ના રોજ સાયન્સ સીટી અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. જેનો લાભ 3 લાખ થી વધુ લોકો લેશે. ભારતીય વિજ્ઞાન સંમેલન એ વિજ્ઞાન ભારતીનું એક પ્રકલ્પ છે જેનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકો સુધી પહોંચાડવાનો છે તથા લોકો અને વૈજ્ઞાનિકો વચ્ચેનું અંતર ઓછું કરવાનો છે. વિજ્ઞાન ભારતી એ એક રાષ્ટ્રવાદી, દેશભક્તિ અને માનવતાવાદી વિજ્ઞાન ચળવળ છે જે ઈજનેરી અને ટેક્નોલોજી દ્વારા સામાજિક વિકાસ, સામાજિક સંવાદિતાનું લક્ષ્ય ધરાવે છે. વિજ્ઞાન ભારતી 1991 માં શરૂ કરવામાં આવી હતી અને આજની તારીખે તેનું નેટવર્ક ભારતમાં 27 પ્રાંત એકમોમાં ફેલાયેલું છે અને વિદેશમાં 7 દેશોમાં તેની હાજરી છે.

ભારતીય વિજ્ઞાન સંમેલન 2023 ની ફોકલ થીમ આરત જ વિશ્ર્વાસ ભારતીય મૂલ્યો ગૌર નવપ્રવર્તન છે સાથ’ છે. ભારતીય વિજ્ઞાન સંમેલનનો ધ્યેય પરંપરાગત તથા આધુનિક વિજ્ઞાન વચ્ચે ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં સંચારનું માધ્યમ પ્રદાન કરવાનો છે જેથી વિજ્ઞાન માત્ર અંગ્રેજી ભાષા સુધી સીમિતના રહે. ભારતીય વિજ્ઞાન સંમેલન 2023માં તજજ્ઞ વૈજ્ઞાનિકોના વ્યાખ્યાન, પેનલ ડિસ્કશન, કોઈપણ પ્રાદેશિક ભાષા અથવા અંગ્રેજી ભાષામાં સંશોધન પત્રોની મૌખિક અથવા પોસ્ટર દ્વારા રજૂઆત વગેરે સમાવિષ્ટ છે. ભારતીય વિજ્ઞાન સંમેલન માં વિજ્ઞાન અને ટેક્નોલોજીના 16 જેટલા વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન સંમેલનમાં કૃષિ વિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાન, ગ્રીન એનર્જી, ગ્રીન ફ્યુચર, ભારતીય જ્ઞાન વ્યવસ્થા, જીવવિજ્ઞાન, ભારતીય પરંપરાગત સ્વાસ્થ્ય અભ્યાસ (આયુર્વેદ, યોગ વગેરે), વાસ્તુ તેમજ સ્થાપત્ય વિજ્ઞાન, ભારતીય ગણિતશાસ્ત્ર તેમજ જ્યોતિષ વિજ્ઞાન, પબ્લિક સેફ્ટી માટે ઈનોવેશન અને ટેક્નોલોજી, સાયન્સ હેરિટેજ ટુરીઝમ, ગ્રાસ રૂટ ઇનોવેશન, ભારતીય સંગીત અને કલાઓમાં વિજ્ઞાન, સાયન્સ તકનીકી તેમજ સમાજ, વિકસતું વિજ્ઞાન અને તકનીકી તથા ભાષા વિજ્ઞાન જેવા વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Read National News : Click Here

આ વિવિધ થિમ્સમાં દેશભરના 1850 ઉપરાંત વિદ્યાર્થીઓએ તથા સંશોધકો એ રજીસ્ટ્રેશન કર્યું છે. વિજ્ઞાન સંમેલનમાં વિદ્યાર્થીઓ પોતાના સંશોધન પત્રો માતૃભાષામાં રજૂ કરી શકશે તેમજ આ સંશોધન પત્રો યુ.જી.સી. એપ્રુવ્ડ જર્નલમાં પ્રકાશિત થશે. ભારતીય વિજ્ઞાન સંમેલન થકી વિદ્યાર્થીઓને દેશભરના વૈજ્ઞાનિકોને મળવાનો મોકો મળશે.સૌરાષ્ટ્ર વિસ્તારની વિશ્ર્વવિદ્યાલયો અને મહાવિધાલયોના છાત્રો મોટી સંખ્યામાં ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ભાગ લઈ તેમના સંશોધન પત્રો રજૂ કરવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિજ્ઞાન ભારતીની ઇન્સ્ટિટયૂટ સભ્ય છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નીલાંબરીબેન દવે નાં માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ભારતી રાજકોટ એકમના અધ્યક્ષ પ્રો. નિકેશભાઈ શાહ, સચિવ પ્રદિપભાઈ જોષી, જુદી-જુદી થીમનાં કો-ઓર્ડિનેટર્સ ડો. દેવિતભાઈ ધ્રુવ, ડો. પિયુષભાઈ સોલંકી, ડો. અશ્ર્વિનીબેન જોશી, પ્રો. રમેશભાઈ કોઠારી તથા યુવા સંશોધકો અને હજારથી વધારે છાત્રો ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઉપસ્થિત રહેવાનાં છે.

ભારતીય વિજ્ઞાન સંમેલન 2023 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો વિવિધ વિષયો જેવા કે પ્રાચીન ભારતમાં નેનો સાયન્સ અને નેનો ટેક્નોલોજી, આયુર્વેદમાં ભસ્મનો ઉપયોગ અને ઉપયોગ તથા નેનો ટેક્નોલોજી, પ્રાચીન ભારતીય ધાતુશાસ્ત્ર, પીપલ વૃક્ષનું વૈજ્ઞાનિક મહત્વ, રજત નેનોપાર્ટિકલ્સ અને તેની મેડિકલ ઉપયોગીતા, મલ્ટી ફેરોઇક્સ, નેનો કમ્પોઝાઈટ, મેટલ ઓક્સાઇડ, મેગેનાઈટ વગેરે જેવા વિષયો પર સંશોધન પત્રો ઓરલ તથા પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવાના છે.તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here