વોર્ડ નં.1 થી 18માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

વોર્ડ નં.1 થી 18માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
વોર્ડ નં.1 થી 18માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની અધિસુચના અન્વયે લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતતા કેળવાય, લોકો નીરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પ્રથમ તબક્કામાં વોર્ડ કક્ષાએ 1 થી 18 વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્ર્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંધની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્ર્વમાં તારીખ 21મી જુનના દિવસને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

Read National News : Click Here

જે અન્વયે જિલ્લા રમતગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું વોર્ડ કક્ષાનું આયોજન તા.19/12ના રોજ, ઝોન કક્ષાનું આયોજન તા.23/12ના રોજ અને મહાનગરપાલિકા કક્ષાનું આયોજન તા.26/12ના રોજ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.આ સ્પર્ધામાં અલગ અલગ વોર્ડમાં મહાનુભાવ તરીકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, દંડક મનિષભાઈ રાડીયા, વિવિધ શાળાના શિક્ષકો, યોગ બોર્ડના શિક્ષકો, ટ્રેનર, કોચ, જજ, અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ભાજપ અગ્રણીઓ, સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરેલ સ્પર્ધકો ઉપસ્થિત રહેલ.       

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here