૧૬મી થી રસીકરણ,સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે કોરોનાની રસી: નીતિન પટેલ

નીતિન પટેલને મનાવવા પ્રયાસ ... હજુ પણ નારાજગી દૂર થઈ નથી??
નીતિન પટેલને મનાવવા પ્રયાસ ... હજુ પણ નારાજગી દૂર થઈ નથી??

ભારતમાં કોરોના વેક્સીનની રસી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧૬ તારીખે દેશમાં કોરોનાની વેક્સીન આપવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વેક્સીનને લઈને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ૧૬ જાન્યુઆરીએ વેક્સીનેશન થશે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતમાં વેક્સીનેશન માટે સજ્જ હોવાનું જણાવ્યુ હતુ.

જેમા ડે.સીએમ નીતિન પટેલે કહૃાું કે, ૧૬ જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે અને સૌથી પહેલા હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે. ૩ કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે ત્યારબાદ ૫૦થી વધુ વયના લોકોને રસી અપાશે. રસીકરણ માટે ગુજરાતમાં યાદી તૈયાર થઇ ગઇ છે. ગુજરાતમાં કોરોના વેકસીનને લઈને ડે.સીએમ નીતિન પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, રાજ્યભરમાં તમામ લોકો સુધી વેક્સિનેશન પહોંચે તે માટે તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.

ગુજરાત કોરોનાના રસીકરણ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. પ્રથમ તબબકકમાં જેમને વેક્સિનેશન આપવામાં આવશે તેમનું લિસ્ટ તૈયાર છે. હાલ રાજ્યમાં ટ્રાયલ બેઝ પર મોક ડ્રિલ તૈયારી પૂર્ણ કરી છે. બે કે ત્રણ દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે.