રાજકોટમાં ડેન્ગ્યૂનો હાહાકાર : એક સપ્તાહમાં નવા 12 કેસ

રાજકોટમાં ડેન્ગ્યૂનો હાહાકાર : એક સપ્તાહમાં નવા 12 કેસ
રાજકોટમાં ડેન્ગ્યૂનો હાહાકાર : એક સપ્તાહમાં નવા 12 કેસ
શહેરમાં ડેન્ગ્યૂ તાવે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યૂના નવા 12 કેસ નોંધાયા છે. જ્યારે ચીકન ગુનિયાના ચાર અને મેલેરિયાના બે કેસ મળી આવ્યા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 276 આસામીઓને નોટિસ આપવામાં આવી છે .

Visit Saurashtra Kranti Homepage here

18 વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.કોર્પોેરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.ચીકનગુનિયાના પણ ચાર અને મેલેરિયાના બે કેસ નોંધાયા: શરદી-ઉધરસના 972, ઝાડા-ઉલ્ટીના 153 અને સામાન્ય તાવના 62 કેસ: મચ્છરની ઉત્પતિ સબબ 276ને નોટિસ, 18 દંડાયાજેમાં છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં શરદી-ઉધરસના 972, સામાન્ય તાવના 62, ઝાડા-ઉલ્ટીના 153 કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગત વર્ષની સરખામણીએ મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ચીકન ગુનિયાના કેસ અઢી ગણા વધ્યા છે.

Read National News : Click Here

રોગચાળાને નાથવા માટે હાલ વન ડે થ્રી વોર્ડ ફોગીંગ ઝુંબેશ ચાલી રહી છે. છતાં રોગચાળો ઘટવાનું નામ લેતો નથી. છેલ્લા એક સપ્તાહમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 77,969 ઘરોમાં પોરાનાશકની કામગીરી કરવામાં આવી હતી.જ્યારે 4199 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બિનરહેણાંક હેતુની 485 મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 34 સ્થળેથી મચ્છરના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી હતી. 18 આસામીઓ પાસેથી રૂ.18,250નો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે રહેણાંક હેતુની 242 મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ દેખાતા તમામને નોટિસ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here