બનાસકાંઠાના પાલનપુરમાં બાંધકામ હેઠળનો બ્રિજ ધરાશાયી

બનાસકાંઠાના પાલનપુરમાં બાંધકામ હેઠળનો બ્રિજ ધરાશાયી
બનાસકાંઠાના પાલનપુરમાં બાંધકામ હેઠળનો બ્રિજ ધરાશાયી
ગઇકાલે બનાસકાંઠાના પાલનપુરમાં RTO સર્કલ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં પાલનપુરના બે યુવકના સ્લેબ નીચે દટાઈ જતા મૃત્યુ થયા હતા. મોડી રાત્રે સુધી તંત્રએ કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વહેલી સવારે NHAIના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ અધિકારીઓ સ્લેબ ધરાશાઈ થવાના મામલે તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. બ્લેકલિસ્ટ હોવા છતા G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્રિજનો કોન્ટ્રાક્ટ કેમ અપાયો આ બધા વચ્ચે ચોંકાવનારા સમાચાર એ છે કે G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની આ બ્રિજ બનાવી રહી હતી અને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં કંપની સામે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. વર્ષ 2017માં IOC નકલી બિલ રજૂ કરવા મુદ્દે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ નોંધાઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરી હતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે બ્લેકલિસ્ટ હોવા છતા G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્રિજનો કોન્ટ્રાક્ટ કેમ અપાયો પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન બનાસકાંઠાના પાલનપુરમાં થયેલ બ્રિજ દુર્ઘટના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે આ બહુ દુઃખદ ઘટના બની છે. વધુમાં કામગીરીને લઇ તપાસ કરવામાં આવશે. તેવો દાવો કર્યો હતો સાથે જ જો કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહીની રજૂઆત કરાશે તેમ પણ કહ્યું હતું તથા કામગીરી નબળી હોય તેવુ દેખાયુ છે તેમ પણ સ્વીકાર્યું છે.

Read National News : Click Here

જો કે બ્રિજ બનાવનાર જી.પી.સી ઇન્ફ્રાના ડાયરેક્ટર જી.પી.ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે. એમને કહ્યું હતું કે, ‘ જે ઘટના બની તેનાથી ખુબ દુઃખી છું, આ ઘટના ગર્ડર ચડાવ્યા બાદ કામગીરી ચાલુ હતી ત્યારે બની હતી. હાલ સરકારઆ ઘટના માં તપાસ કરી રહી છે અમે સહકાર આપીશું પણ અમારા દ્વારા કામમાં કોઈ ખામી રખાઈ નથી. અમે તમામ પ્રકારની ગુણવત્તા જાળવીને ડિઝાઇન મુજબ કામગીરી કરી છે’જીવ બચાવવા દોડેલા ગરીબ જ દબાઇ ગયા છે. સ્લેબ પડ્યો ત્યારે રીક્ષા સાથે 2 વ્યક્તિ દટાઇ જતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાની આશંકાઓ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here