નવું વાહન ખરીદવા અડ્રેસના પુરાવા તરીકે ભાડાકરાર માન્ય રહેશે નહિ

નવું વાહન ખરીદવા અડ્રેસના પુરાવા તરીકે ભાડાકરાર માન્ય રહેશે નહિ
નવું વાહન ખરીદવા અડ્રેસના પુરાવા તરીકે ભાડાકરાર માન્ય રહેશે નહિ
ગુજરાતમાં નવું વાહન ખરીદવા માંગતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. RTO દ્વારા નવું વાહન ખરીદવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે જમીન કે મિલકતના ભાડાકરારથી નવા વાહનો ખરીદી શકાશે નહીં.

નવા વાહન માલિકે તેમના શહેરના RTOમાં નોંધણી કરાવવી પડશે. એટલે કે સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય, વાહનના રજિસ્ટ્રેશન માટે ગ્રાહકો જ્યાં રહેતા હોય ત્યાંની જિલ્લા RTO કચેરી ખાતે જવાનું રહેશે. ગુજરાતમાં નવું વાહન ખરીદવા માંગતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. RTO દ્વારા નવું વાહન ખરીદવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે મુજબ હવે જમીન કે મિલકતના ભાડાકરારથી નવા વાહનો ખરીદી શકાશે નહીં. નવા વાહન માલિકે તેમના શહેરના RTOમાં નોંધણી કરાવવી પડશે. એટલે કે સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય, વાહનના રજિસ્ટ્રેશન માટે ગ્રાહકો જ્યાં રહેતા હોય ત્યાંની જિલ્લા RTO કચેરી ખાતે જવાનું રહેશે.

એફિડેવિટ હશે તો માન્ય ગણાશે 

અત્યાર સુધી ભાડા કરારને સરનામાના પ્રુફ તરીકે રજૂ કરીને નવું વાહન ખરીદી શકાતું હતું, આરટીઓ દ્વારા પણ મંજૂરી અપાતી હતી. પરંતુ હવે ભાડા કરારથી વાહનો ખરીદી શકાશે નહીં, પરંતુ જો માન્ય પુરાવાની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ એફિડેવિટ હશે તો આ ભાડાકરાર માન્ય રખાશે. જો આ એફિડેવિટ નહીં હોય તો ગ્રાહક ભાડાકરાર પર વાહન ખરીદી શકશે નહીં.

લાઈટ બિલ પુરાવા તરીકે ગણાશે નહી

વાહનના રજિસ્ટ્રેશન માટે વ્યક્તિ જ્યાં રહેતી હોય તેઓએ જિલ્લાની RTO કચેરી ખાતે જવાનું રહેશે. કોઈ નવું વાહન ખરીદે ત્યારે ઇલેક્ટ્રિક બિલ, ઇન્ડેક્સ પુરાવા તરીકે નહીં ગણાય.  આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, સેન્ટ્રલ કે સ્ટેટની પગાર સ્લિપ માન્ય રહેશે.