રાજકોટ: ન્યારી-1 ડેમ ઓવરફલો ગત બપોરે 4.30 વાગ્યે ન્યારી ડેમના બે દરવાજા 0.5 ફૂટે ખોલવામાં આવ્યા  

રાજકોટ: ન્યારી-1 ડેમ ઓવરફલો ગત બપોરે 4.30 વાગ્યે ન્યારી ડેમના બે દરવાજા 0.5 ફૂટે ખોલવામાં આવ્યા  
રાજકોટ: ન્યારી-1 ડેમ ઓવરફલો ગત બપોરે 4.30 વાગ્યે ન્યારી ડેમના બે દરવાજા 0.5 ફૂટે ખોલવામાં આવ્યા  
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી ફરી ડેમોમાં તથા નીર ઠલવાઇ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાનાં છ સહિત સૌરાષ્ટ્રનાં 17 ડેમોમાં નવા નીર ઠલવાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ફલડ સેલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર નાયબ કાર્યપાલક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ 1/4ના જણાવ્યા પ્રમાણે ન્યારી-1 ડેમ તેને નિર્ધારિત સપાટીએ 100 % ભરાઈ ગયો હોવાથી ગત બપોરે 4.30 વાગ્યે ન્યારી ડેમના બે દરવાજા 0.5 ફૂટે ખોલવામાં આવ્યા હતા. આથી પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદારની યાદીમાં જણાવાયું છે.

Read Saurashtra Kranti E-Paper here

જયારે રાજકોટનાં આજી-2માં પોણો, આજી-3 અને ગોંડલમાં 0.16 ફુટ, ન્યારી-1 અને રમાં 0.33 ફુટ તથા ખોડાપીપરમાં દોઢ ફુટ નવું પાણી આવેલ હતું. તેમજ મોરબી જિલ્લાનાં મચ્છુ-2માં પોણો ફુટ, ડેમી-2માં દોઢ, ઘોડાધ્રોઇમાં પ.રપ ફુટ, બંગાવાડીમાં દોઢ, બ્રાહ્મણી-2માં અઢી અને મચ્છુ-3માં 1 ફુટ નવા નીરની આવક થવા પામી હતી.ઉપરાંત જામનગર જિલ્લાનાં વિજરખીમાં અર્ધો ફુટ, ઉંડ-1માં પોણા બે ફુટ, કંકાવટીમાં 1 ફુટ અને ઉંડ-રમાં અઢી ફુટ નવા પાણીની આવક છેલ્લા ર4 કલાકમાં થવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here