કોરોના વાયરસ વ્યક્તિમાંથી નીકળ્યા બાદ હવામાં તરતો રહીને લોકોને સંક્રમિત કરતો હોવાનો ખુલાસો

દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વાયરસ જે તે વ્યક્તિમાંથી નિકળ્યા બાદ હવામાં તરતો રહીને લોકોને સંક્રમિત કરી રહૃાો હોવાની વાત સામે આવી છે. હાથ ધરવામાં આવેલા એક સભ્યાસમાં આ બાબતને લઈને ખુલાસો થયો છે.

આ અભ્યાસમાં હોસ્પિટલોમાં તૈયાર કરવામાં આવેલા કોરોના વોર્ડ્સમાં રહેલી હવામાં કોરોના વાયરસના સેમ્પલ મળ્યા છે. દૃાવો કરવામાં આવી રહૃાો છે કે ખુલ્લામાં તરતા આ કણ ૨ કલાકથી વધારે સમય સુધી હવામાં જ ટકી રહે છે. જોકે એસિમ્પ્ટોમૈટિક એટલે લક્ષણો વગરના દર્દીના મામલામાં ખતરો થોડો ઓછો છે.

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી અને સીએસઆઈઆર ઇન્સ્ટીટ્યૂટ ઓફ માઇક્રોબાયલ ટેકનોલોજીનીના અભ્યાસમાં માહિતી સામે આવી છે કે, સામાન્ય વોર્ડના મુકાબલે કોવિડ વોર્ડમાં હવામાં કોરોના વાયરસના કણ વધારે ઉપસ્થિત રહે છે.

અભ્યાસ પ્રમાણે આ કણ હવામાં ૨ કલાકથી વધારે સમય સુધી રહી શકે છે. આ કણ હવા દ્વારા સંક્રમણ ફેલાવી શકે છે. સીસીએમબી તરફ જાહેર નિવેદન પ્રમાણે હવામાં સાર્સ-કોવ-૨ની ચપેટમાં આવવાનો સીધો સંબંધ રૂમમાં રહેલા દર્દી, તેની હાલત અને તેમના સંપર્કમાં આવવાથી છે. અભ્યાસ પ્રમાણે જ્યારે કોરોનાના દર્દીના રૂમમાં વધારે સમય પસાર કરે છે તો હવામાં વાયરસ ૨ કલાકથી વધારે સમય રહે છે. આ કણો દર્દીથી ૨ મીટરથી પણ વધુ દૃૂર સુધી ફેલાઈ શકે છે. જોકે આ અભ્યાસની હજુ સુધી સમીક્ષા કરવામાં આવી નથી.

અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, લક્ષણો વગરના દર્દીઓના બેસવાથી વાયરસ ફેલાતો નથી. પરંતુ એવા લક્ષણોથી ઝઝુમી રહેલા દર્દી એસિમ્પ્ટોમૈટિક દર્દીની સરખામણીમાં વધારે ખતરનાક છે. અભ્યાસમાં શોધકર્તાએ એયર સેમ્પલર દ્વારા હવાથી સેમ્પલ એકઠા કર્યા હતા. ત્યાર બાદ આ કણોનો આરટીપીસીઆર દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ જાણકારી સીસીએમબીએ આપી હતી.