આજે ખેડૂતો દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢશે

૨૫૦ મહિલા કરશે ૨૬ જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડનું નેતૃત્વ

ખરાબ વાતાવરણને કારણે ખેડૂતોએ ૬ જાન્યુઆરીની જગ્યાએ ૭ જાન્યુઆરીએ દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. તેમણે કહૃાું હતું કે આ માર્ચ ૨૬ જાન્યુઆરીએ યોજાનારી ટ્રેક્ટર પરેડની ટ્રાયલ હશે.

સિંધુ બોર્ડર પર ખેડૂતોએ કહૃાું હતું કે જો સરકાર કૃષિ કાયદાને પાછા નહીં લે તો તેઓ દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કરશે. પરેડનું નેતૃત્વ પંજાબ અને હરિયાણાની મહિલાઓ કરશે. તેઓ કેવી રીતે રેલીને અંજામ આપશે એ પણ વિચારી લીધું છે. હરિયાણાની લગભગ ૨૫૦ મહિલા ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનીંગ લઈ રહી છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે ૪ જાન્યુઆરીની મીટીંગનું કોઈ પરિણામ આવ્યું નથી અને આગામી ૮ જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. આગામી મીટીંગમાં કૃષિ કાયદાને પાછા લેવા અને એમએસપી પર અલગ કાયદો બનાવવાની માગ અંગે વાત થશે. આ ૯મા વખતની બેઠક હશે. આ પહેલાં માત્ર ૭ વખતની બેઠકમાં ખેડૂતોની ૨ માગ માટે સહમતી થઈ હતી, બાકીની તમામ બેઠકોનું કોઈ પરિણામ આવી શક્યું ન હતું.

આંદોલન લાંબું ખેંચાતાં જોઈ ખેડૂતોએ ટિકરી બોર્ડર પર ઈંટથી પાક્કાં ઠેકાણાં બનાવવાનું શરૂ કર્યું છે. ગત દિવસોમાં પડેલા વરસાદને કારણે ટેન્ટ પડી ગયા હતા. આંદોલન કરી રહેલા ખેડૂતો રસ્તાની વચ્ચે ઓફિસ પણ બનાવી રહૃાા છે.

પંજાબના ફતેહગઢ સાહિબના ગામ રુડકીના ખેડૂત ગુરદર્શન સિંહ(૪૮)નું મંગળવારે હાર્ટ-અટેકથી મોત થઈ ગયું. તેઓ દિલ્હીમાં આંદોલનમાં સામેલ થયા હતા. તેમના દીકરાએ જણાવ્યું હતું કે ૩ જાન્યુઆરીએ દિલ્હીમાં પિતાની તબિયત ખરાબ હોવાથી ડોક્ટર્સે તેમને ઘરે મોકલ્યા હતા. અહીં તેમનું મોત થઈ ગયું.