પાનના હોક્કાઇડોમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 46 કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
તો બીજી તરફ ગુરુવારે પૂર્વી તુર્કીમાં 5.2 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તુર્કીમાં ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીમાં 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આ આંચકાઓને કારણે ભારે વિનાશ થઈ શકે છે.તુર્કીમાં ભૂકંપના કારણે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હજુ સુધી કોઈ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 22 લોકોને નાની-મોટી ઈજા થઈ છે. રાહત કાર્ય માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ ફિલ્ડ સર્વે કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here