ભારતમાં ઠંડા પીણાનો ઉપયોગ 2019 માં 38 ટકા હતો તે વધીને 47 ટકાએ પહોંચ્યો

ભારતમાં ઠંડા પીણાનો ઉપયોગ 2019 માં 38 ટકા હતો તે વધીને 47 ટકાએ પહોંચ્યો
ભારતમાં ઠંડા પીણાનો ઉપયોગ 2019 માં 38 ટકા હતો તે વધીને 47 ટકાએ પહોંચ્યો
ભારતમાં ઠંડા પીણાનો ઉપયોગ 2019 માં 38 ટકા હતો તે વધીને 47 ટકાએ પહોંચ્યો સોફટડ્રીંકસ-ઠંડા પીણાના વધુ પડતા ઉપયોગ-સેવન સામે ઉચ્ચારાતી લાલબતી વચ્ચે ભારતીય ઘરોમાં તેનો વપરાશ સતત વધી રહ્યો છે.ભારતમાં ઠંડા પીણાનો ઉપયોગ 2019 માં 38 ટકા હતો તે વધીને 47 ટકાએ પહોંચ્યો હોવાનું સર્વેમાં બહાર આવ્યુ છે.સોફટ ડ્રીંકસ, પાવડરમાંથી બનાવાતા પીણા, પેકીંગમાં મળતા જયુસ વગેરેનો ઠંડા પીણામાં સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

એક સર્વેમાં એવુ બહાર આવ્યુ છે કે 2019 માં ભારતના 38 ટકા ઘરોમાં ઠંડા પીણાનો ઉપયોગ થતો હતો તે હવે વધીને 47 ટકાએ પહોંચ્યો છે એટલુ જ નહિં પ્રતિ પરિવાર ઠંડા પીણાનું સેવન પણ સરેરાશ 6.5 5 લીટરથી વધીને 7 લીટર થયુ છે.રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે કોરોનાકાળ દરમ્યાન 2020 તથા 2021 માં ઠંડા પીણા કંપનીઓને કારોબારમાં મોટો માર પડયો હતો.પરંતુ 2022 થી ફરી સારો-મોટો ઉપાડ થવા લાગ્યો હતો. લોકોના પ્રવાસ વધી જતા અને મોટી કવોન્ટીટીમાં ખરીદ કરતા હોવાથી સેવનની આદત પણ વધુ વધી રહી છે.સર્વેમાં એવુ પણ બહાર આવ્યુ છે કે માત્ર સોફટ ડ્રીંકસ ખરીદવા માટે પણ લોકોનાં શોપીંગ ફેરા વધી ગયા છે. 2019 માં ભારતીય પરિવાર વર્ષે સરેરાશ 5.5 વખત સોફટ ડ્રીંકસની ખરીદી માટે જતો હતો તે હવે 6.5 વખત જાય છે 45 ટકા સોફટ ડ્રીંકસ ઘર સુધી પહોંચતુ હોય છે.રસપ્રદ બાબત એ પણ બહાર આવી છે કે, લોકો હવે કોઈપણ સિઝનમાં કોલ્ડ ડ્રીંકસનું સેવન કરતા થઈ ગયા છે. 2019 માં માર્ચ-મે દરમ્યાન સાત ટકા ખરીદી રહેતી હતી તે આ વર્ષે કમોસમી વરસાદના માહોલમાં પણ તે 37 ટકા હતી.

Read About Weather here

પાર્લે એસો.નાં જોઈન્ટ એમ.ડી.નાદિયા ચૌહાણનાં કહેવા પ્રમાણે કોરોનાકાળ બાદ ગ્રાહકોનાં ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. મોટા પેકીંગનું અને ઘરમાં જ માલ રાખવાનું ચલણ વધ્યું છે. ‘ફ્રુટી’ને લાગે વળગે છે ત્યાં સુધી 2019 ની સરખામણીએ અત્યારે મોટા પેકીંગનાં વેચાણમાં 45 ટકાનો મોટો વધારો છે.આ પાછળનું એક કારણ મોટા પેક સસ્તા પડતા હોવાનું પણ છે.ઠંડા પીણા ઉત્પાદક મોટાભાગની કંપનીઓ હજુ સીઝન બાદ બોટલ પેકડ સોફટ ડ્રીંક પર જ વધુ મદાર રાખે છે. કોરોનાકાળ પૂર્વે 40 ટકા કારોબાર માર્ચથી મેના ઉનાળામાં રહેતો હતો જે હાલ 42 ટકા છે. આ વખતે સરેરાશ ખરીદી કવોન્ટીટી 3.8 લીટર હતી જે વર્ષ પુર્વે 4.1 લીટરની હતી આ પાછળનું કારણ કમોસમી વરસાદ તથા પ્રમાણમાં હળવા ઉનાળાનું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here