હાઈએલર્ટ: ભારતમાં એક જ દિવસમાં 26 ઈંચ -સૌથી વધુ વરસાદનો રેકોર્ડ

હાઈએલર્ટ: ભારતમાં એક જ દિવસમાં 26 ઈંચ -સૌથી વધુ વરસાદનો રેકોર્ડ
હાઈએલર્ટ: ભારતમાં એક જ દિવસમાં 26 ઈંચ -સૌથી વધુ વરસાદનો રેકોર્ડ
દેશના અનેક રાજયોમાં મેઘરાજાએ આકાશી આફત વરસાવી છે અને અનેક ભાગોમાં અતિભારે વરસાદથી જળબંબાકાર પુરની હાલત છે. ત્યારે તેલંગાણાના એક ભાગમાં સમગ્ર ભારતનો ચાલુ સીઝનનો જ 24 કલાકનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે. તેલંગાણાના સમગ્ર પૂર્વોતર અને પુર્વનાં ભાગોમાં અતિભારે વરસાદનો કહેર યથાવત રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે મુલુગુ જીલ્લાનાં લક્ષ્મીદેવી પેટ્ટા ક્ષેત્રમાં 24 કલાકમાં 649.8 મીમી (26 ઈંચ) પાણી વરસ્યુ હતું. ભારતમાં એક જ દિવસમાં આટલો ભારે વરસાદ અન્ય કયાંય વરસ્યો નથી અને આ સાથે ચાલુ સીઝનનો રેકોર્ડ સર્જાયો છે. તેલંગાણામાં પણ 2004 પછીનો રેકોર્ડબ્રેક વરસાદ છે.બાજુનાં જયશંકર ભુપલવેલી જીલ્લામાં પણ 616.5 મીમી (24.50 ઈંચ) વરસાદ નોંધાયો હતો રાજયના બે ડઝનથી વધુ સ્થળોએ 8 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો.

ચોવીસ કલાકમાં રેકોર્ડબ્રેક 26 ઈંચ વરસાદથી સમગ્ર ક્ષેત્રમાં પુર પરિસ્થિતિ સર્જાઈ હતી. અને સર્વત્ર 15-15 ફૂટ પાણી ભરાયા છે. ભારતીય નૌસેનાના બે હેલીકોપ્ટરોને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા હતા આ ક્ષેત્રમાં વસતા સેંકડો લોકોનો હેલીકોપ્ટર મારફત સૈન્ય તથા એનડીઆરએફ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. 14 લોકોના મોત નીપજયા હતા.બીજી તરફ તેલંગાણામાં અતિભારે વરસાદથી ગોદાવરી નદીએ ભયજનક સપાટી કુદાવીને રૌદ્ર સ્વરૂપ પકડી લીધું હતું

Read About Weather here
તમામ નદી જળાશયોમાંથી દરીયાના મોજાની જેમ પાણી વહેતા હતા. માર્ગો-ગામોમાં ઘુસી ગયા હતા. જળાશયોની સુરક્ષા માટે ગેટ ખોલવામાં આવતા ઠેકઠેકાણે પુર સ્થિતિ સર્જાઈ હતી. સેંકડો પ્રવાસીઓ પણ ફસાઈ ગયા હતા. તેલંગાણા સરકાર દ્વારા આવતા 48 કલાક માટે હજુ ગંભીર હાલત સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. અને લોકોને હાઈએલર્ટ પર રહેવાની તાકીદ કરવામાં આવી છે. સમગ્ર સરકારી તંત્રને રાહત બચાવ કામગીરીમાં તૈનાત કરી દેવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here