બ્રિટનમાં 150 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ: પેપર તપાસનારા અંગ્રેજ હતા

બ્રિટનમાં 150 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ: પેપર તપાસનારા અંગ્રેજ હતા
બ્રિટનમાં 150 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ: પેપર તપાસનારા અંગ્રેજ હતા
બ્રિટનમાં વંશીય ભેદભાવની બહુ મોટી અને ગંભીર વાત બહાર આવી છે. બ્રિટનના લેસ્ટરની ધ મૉન્ટફોર્ટ યુનિવર્સિટીમાં એમ.ટૅક્. કરી રહેલા તમામ 150 ભારતીય વિદ્યાર્થીને એક પેપરમાં નપાસ કરી દેવાયા હતા. કોર્સમાં સમાવિષ્ટ કુલ 200માંથી પાસ થનારા તમામ 50 વિદ્યાર્થી શ્વેત છે. ભારતીય વિદ્યાર્થીઓ સાથે કોર્સમાં બેવડું વલણ અપનાવાઈ રહ્યાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. મૉન્ટફોર્ટ યુનિવર્સિટીએ હવે આ પેપર બંધ કરીને નવા પેપરમાં ભેળવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

નપાસ થનારા વિદ્યાર્થી બીજી વાર આ પેપર આપી નહીં શકે. પરીક્ષામાં નપાસ થવાથી આ વિદ્યાર્થીઓને ભારત પરત ફરવાનું જોખમ ઊભું થયું છે. આ તમામ વિદ્યાર્થી ભારતમાં બી.ટૅક્. પાસ કરીને બ્રિટન પહોંચ્યા હતા. એમટૅકના વિદ્યાર્થી સુરેશ કાર્તિકેએ જણાવ્યું હતું કે પ્રવેશ સમયે અપાયેલી જાહેરાતમાં યુનિવર્સિટીએ પેપર વૈકલ્પિક તરીકે દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓએ અહીં ભણવાનું શરૂ કર્યું ત્યારે તેને ફરજિયાત ગણાવ્યું હતું.

Read About Weather here

ભારતીય વિદ્યાર્થીઓએ એમ.ટૅક્.ની ફી પેટે મૉન્ટફોર્ટ યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા જમા કરાવી ચૂક્યા છે. મૉન્ટફોર્ટ યુનિવર્સિટી વહીવટીતંત્ર સમક્ષ મૂક્યો છે. વાઝનું કહેવું છે કે બ્રિટનમાં દર વર્ષે ભણવા આવનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની હોય છે પરંતુ દર વર્ષે અહીંની કેટલીક યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે. નામ ન આપવાની શરતે એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે પેપર મુદ્દે વિદ્યાર્થીઓએ સીએમએને ફરિયાદ કરી હતી. ‘સીએમએ’એ યુનિવર્સિટીના આ પગલાને અયોગ્ય ઠેરવી ચૂકી છે. મૉન્ટફોર્ટની યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓને પાઠ ભણાવવા માટે નપાસ કર્યા છે. એમનો આરોપ છે કે પેપર તપાસનારા તમામ અંગ્રેજ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here