જગત મંદિરમાં ઇલેકટ્રીક ઉપકરણોથી ધ્વજાજીનું થશે આરોહણ

જગત મંદિરમાં ઇલેકટ્રીક ઉપકરણોથી ધ્વજાજીનું થશે આરોહણ
જગત મંદિરમાં ઇલેકટ્રીક ઉપકરણોથી ધ્વજાજીનું થશે આરોહણ
દેવભૂમિ જિલ્લાના નવનિયુકત જિલ્લા કલેકટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્માએ દ્વારકા દર્શને આવ્યા હતા. તેઓએ દર્શન કર્યા બાદ નિર્દેશ આપ્યો હતો કે, દ્વારકાધીશજીના ધ્વજારોહણનું ખૂબ મહત્વ છે અને તેમાં વારંવાર થતા અકસ્માતોને નિવારવા સલામતી સાથે સુરક્ષાના મુદ્દાને ધ્યાને લઈને આવનારા સમયમાં દ્વારકા જગત મંદિર ઉપર ચડાવતા ધ્વજાજીના આરોહણ માટે ઈલેક્ટ્રીક ઉપકરણોના માધ્યમથી અકસ્માત નિવારણ માટે વિચારણા થશે. ભગવાન દ્વારકાધીશજીના મંદિરે સવારથી સાંજ સુધી દરરોજ નિયત સમયે જુદી જુદી પાંચ ધ્વજાજીનુ ભાવિક સમુદાય દ્વારા આરોહણ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત દ્વારકા જગત મંદિરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નવ નિર્માણાધીન કોરીડોરનો વિકાસ કરવાની ખાસ પ્રાધાન્ય આપવાનુ પણ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. તેમજ મંદિર પરિસર અને શહેરની સ્વચ્છતા ઉપર ભાર મુકતા તેઓએ પાલિકાને કેટલાક ખાસ પ્રકારના સૂચનો કર્યા હતા. કલેક્ટરનું દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી રમેશભાઈ હેરમાં, ગુગળી સમાજના પૂજારી પરિવારના પ્રતિનિધિઓએ સન્માન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here