રાજકોટ : જુ.ક્લાર્કના ઉમેદવારોનો બસપોર્ટમાં ધસારો, 100થી વધુ બસ હાઉસફૂલ

રાજકોટ : જુ.ક્લાર્કના ઉમેદવારોનો બસપોર્ટમાં ધસારો, 100થી વધુ બસ હાઉસફૂલ
રાજકોટ : જુ.ક્લાર્કના ઉમેદવારોનો બસપોર્ટમાં ધસારો, 100થી વધુ બસ હાઉસફૂલ
રાજ્યભરમાં 9મીએ પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે. અનેક ઉમેદવારોને પોતાના બદલે અન્ય જિલ્લામાં કેન્દ્ર ફાળવાયું છે. ત્યારે રાજકોટના મોટાભાગના ઉમેદવારોને અમદાવાદ, ગાંધીનગર, પાલિતાણા, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં પરીક્ષા આપવા જવાનું હોવાથી એસ.ટી બસમાં એડવાન્સ બુકિંગ કરાવવા ઉમેદવારોનો બસપોર્ટમાં ભારે ધસારો જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યનું એસ.ટી નિગમ પણ ગુજરાતભરમાં 6500 જેટલી બસ અને રાજકોટ જિલ્લામાં 250 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવનાર છે. ઉમેદવારો બસપોર્ટ પર એડવાન્સ બુકિંગ કરાવવા પહોંચ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટથી ઉપડતી 100થી વધુ એસ.ટી બસ હાઉસફૂલ થઇ ગઈ છે.

Read About Weather here

રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા રાજકોટથી અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, પાલિતાણા, ભાવનગર સહિતના રૂટ ઉપર જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. પંચાયત બોર્ડે પણ એસ.ટી નિગમને ક્યા જિલ્લાના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ક્યાં જિલ્લામાં જવાનું છે તેનું લિસ્ટ પણ આપી દીધું હોવાથી નિગમ તે પ્રમાણે એક્સ્ટ્રા બસોનું આયોજન કરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here