રવિવારે રાજકોટમાં 19 હજાર ઉમેદવાર ટેટ-1ની પરીક્ષા આપશે

રવિવારે રાજકોટમાં 19 હજાર ઉમેદવાર ટેટ-1ની પરીક્ષા આપશે
રવિવારે રાજકોટમાં 19 હજાર ઉમેદવાર ટેટ-1ની પરીક્ષા આપશે
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા આગામી તારીખ 16 એપ્રિલને રવિવારે અને ટેટ-2ની પરીક્ષા 23મીને રવિવારે લેવાશે. ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટે ટેટ-1 અને ધોરણ 6થી 8ના શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા લેવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લામાં 110 કેન્દ્ર અને 975 બ્લોકમાં 19 હજાર જેટલા ઉમેદવારો 16મીએ ટેટ-1ની પરીક્ષા આપશે. રાજ્યના લાખો ઉમેદવારો લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. TET-1ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 87 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે TET-2ની પરીક્ષા માટે 2.72 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હતા.

Read About Weather here

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તારીખ 23મી એપ્રિલે લેવાનારી ટેટ-2ની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ TET-2ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ OJAS વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો 13થી 23 એપ્રિલ સુધી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોના કોલ લેટરમાં ઉમેદવારનું નામ, નંબર, રજિસ્ટ્રેશન નંબર, એપ્લિકેશન નંબર, પોસ્ટનું નામ, તારીખ અને પરીક્ષાના કેન્દ્રની માહિતી આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here