દેવાયત ખવડના સાથીદારની રેગ્યુલર જામીન અરજી રદ

દેવાયત ખવડના સાથીદારની રેગ્યુલર જામીન અરજી રદ
દેવાયત ખવડના સાથીદારની રેગ્યુલર જામીન અરજી રદ
દેવાયત ખવડ એ પોતાના સાગરીતો સાથે મળીને ફરિયાદી મયુરસિંહને જાહેર રસ્તા પર આત્રી અને મારક હથિયારો ધારણ કરી મારમારેલ. જે આઈપીસી 307 ના ગુનામાં દેવાયતના સાગરિત કિશન દિલીપભાઈ કુંભારવાડીયાએ કરેલ રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

કેસની ટૂંક હકીકત એ છે કે, અગાઉના ઝઘડાનો ખાર રાખી દેવાયત ખવડ એ કિશન કુંભારવાડિયા તથા અન્ય એક સાગરિત સાથે પ્લાન કરેલ અને પ્લાન મુજબ ફરિયાદી મયુરસિંહ કઈ કઈ જગ્યાએ જાય છે તે બાબતની રેકી પણ કરવામાં આવેલી અને એ મુજબ પ્રથમ સ્નુકર પાર્લર પાસે પૂર્વ તૈયારી કરી રાહ જોવામાં આવેલી. ત્યારબાદ જાગનાથના સર્વેશ્વર ચોક નજીક ફરિયાદી રેગ્યુલર આવતા હોવાની ખાતરી કરાવાઈ અને કાવતરાના ભાગરૂપે બનાવમાં ગાડી ઓળખાય ન જાય એ માટે નંબર પ્લેટ વગરની ફોરવિલનો ઉપયોગ કરવામાં આવેલ અને બનાવની જગ્યાએ ફરિયાદીની વોચમાં રહેલ.

ફરિયાદી જેવા પોતાની મોટર પાસે જવા ગલીમાં નીકળેલ એ જ વખતે પ્લાનપૂર્વક દેવાયત ખવડ અને સાગરીતો પાછળથી ફોરવીલ લઈને આવેલ અને બનાવની જગ્યાએ કારમાંથી ઉતરી ફરિયાદી કઈ સમજે એ પહેલા જ બે આરોપીઓએ સખત અને બોયડ પદાર્થ વડે ઈજા પામનાર વ્યક્તિ પર હુમલો કરેલ અને શરીરના અનેક ભાગો ઉપર હથિયારો વડે ઈજા કરેલી. જેનાથી ફરિયાદી મયુરસિંહ બનાવવાળી જગ્યાએ પડી ગયેલ અને હાલના અરજદાર કારની ડ્રાઈવિંગ સીટ પર સતર્ક હતા. દેવાયત ખવડ અને અન્ય સાગરિત કારમાં બેસતા કાર હંકારી દીધેલી એ રીતે બનાવવાળી જગ્યાએથી નાસી ગયેલ.

Read About Weather here

અરજદાર આરોપી કિશન કુંભારવાડિયાએ રેગ્યુલર જામીન અરજી કરતા એ.પી.પી તરફે વિરોધ કરવામાં આવેલ અને એવું જણાવવામાં આવેલ કે પોલીસે કાવતરાની કલમ ઉમેરેલ છે. પ્લાન મુજબનો ગુનો છે. આ દલીલોને ધ્યાને લઇ કોર્ટે જામીન અરજી રદ કરેલ આ કેસમાં એ.પી.પી મહેશકુમાર જોષી રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here