રાજકોટમાં બાલાજી વેફર્સના ગોડાઉનમાં ચોકીદારને બંધક બનાવી રૂ.1.95 લાખની લૂંટ

રાજકોટમાં બાલાજી વેફર્સના ગોડાઉનમાં ચોકીદારને બંધક બનાવી રૂ.1.95 લાખની લૂંટ
રાજકોટમાં બાલાજી વેફર્સના ગોડાઉનમાં ચોકીદારને બંધક બનાવી રૂ.1.95 લાખની લૂંટ

ગોડાઉનના સીસીટીવી ફુટેઝ અને મુખ્ય માર્ગોના કેમેરા તપાસ કરાયા:ત્રણેય શખ્સો બુકાની બાંધી આવ્યા હતા

એજન્સીના માલીકે પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ,ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

રાજકોટની માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રોડ પર આવેલું બાલાજી વેફર્સના ગોડાઉનમાં મોડી રાત્રે આવેલા લૂંટારૂઓએ ચોકીદારને બંધક બનાવી રૂ.1.95 લાખની રોકડ લૂંટી નાસી ગયા હતા.આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વધુ વિગતો મુજબ,માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે સર્વિસ રોડ પર આવેલું બાલાજી વેફર્સના ગોડાઉનમાં મોડીરાત્રે એકાદ વાગ્યે ત્રણ અજાણ્યા લૂંટારૂઓ ત્રાટકયા હતા અને તેઓએ નિંદ્રાધીન અવસ્થામાં રહેલા ચોકીદાર પુનાભાઈને છરી બતાવી મફલરથી મૂંગો દઈ બંધક બનાવી ગોડાઉનમાં આમતેમ ઓફિસ ફંફોડી હતી અને ટેબલના ખાનામાં રાખેલા રૂ.1.95 લાખની રોકડ લઈ આરોપીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટના અંગે પુનાભાઈએ આજે સવારે એજન્સીના કલ્પેશભાઈ અમરેલીયાને ફોન કરી બનાવની જાણ કરી હતી.

Read About Weather here

કલ્પેશએ ગોડાઉન પર પહોંચી પુનાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે,ત્રણેય શખ્સોએ આવી મને જગાડી અને ચાવી માંગી હતી.બાદમાં એક વ્યક્તિએ મફલર બાંધી મૂંગો દઈ લીધો હતો. બાકીના બે વ્યક્તિ ગોડાઉનના ઉપરના માળે પહોંચી રોકડ લઈ લીધા બાદ નાસી ગયા હતા.આ તમામની ઉમર 20થી 30 વર્ષ સુધીની જોવાનો અંદાજ છે.તેઓ ગુજરાતીમાં વાત કરતા હતા.તેઓ લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ આજે સવારે પોલીસમાં કરતા ગાંધીગ્રામ પોલીસના પીઆઇ રાણે,પીએસઆઈ જનકસિંહ રાણા અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.તેમજ તેઓએ અલગ અલગ ટીમોએ બનાવી સીસીટીવી ફુટેઝ મેળવી તજવીજ આદરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here