FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના જીત્યું

FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના જીત્યું
FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના જીત્યું
ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે FIFA વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં આર્જેન્ટિનાએ 36 વર્ષ પછી વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. ફાઈનલ ખૂબ જ રોમાંચક રહી હતી. 120 મિનિટ પછી બન્ને ટીમ 3-3ની બરાબરી પર રહી હતી. મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટ 4-2થી જીતી લીધી હતી. ફ્રાન્સના યુવા પ્લેયર કાઇલિયન એમ્બાપ્પેએ ફાઈનલમાં હેટ્રિક લગાવી હતી. તે આવું પરાક્રમ કરનારો વર્લ્ડનો પહેલો ફૂટબોલર બની ગયો છે. જોકે તેની આ હેટ્રિક કામ ના આવી. અંતે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના જીતી ગઈ હતી. 90 મિનિટ પછી સ્કોરલાઇન 2-2ની બરાબરી પર હતી. આ પછી મેચ એક્સ્ટ્રા ટાઇમમાં ગઈ હતી. એક્સ્ટ્રા ટાઇમમાં બન્ને ટીમે 1-1 ગોલ કર્યો હતો. બન્ને ટીમ તરફથી 90 મિનિટમાં 4 ગોલ થયા હતા.

આર્જેન્ટિનાએ પહેલા હાફમાં 2 ગોલ કરીને લીડ મેળવી હતી. તેમના તરફથી લિયોનેલ મેસ્સીએ 23મી મિનિટે અને એન્જલ ડી મારિયાએ 36મી મિનિટે ગોલ કર્યા હતા. તો, ફ્રાન્સના કાઇલિયાન એમ્બાપ્પેએ 97 સેકન્ડમાં જ 2 ગોલ ફટકારીને સ્કોરલાઇનને 2-2ની બરાબર પર લાવી દીધું હતું. એમ્બાપ્પેએ 80મી મિનિટે પેનલ્ટી અને 81મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો.

​​ફ્રાન્સના યુવા સ્ટ્રાઈકર કાઇલિયન એમ્બાપ્પેએ માત્ર 100 સેકન્ડની અંદર બે ગોલ ફટકારીને ફ્રાન્સને ગેમમાં લાવી દીધું હતું. પહેલા મેચની 79મી મિનેટે પેનલ્ટીમાં ગોલ ફટકાર્યો હતો. આ પછી તરત જ તેણે લેફ્ટ વિંગમાં આવીને ગોલ ફટકારીને સ્કોરલાઇન 2-2ની બરાબરી પર લાવી દીધું હતું.શરૂઆતમાં લીડ હોવા છતાં, આર્જેન્ટિનાએ ફ્રાન્સની સામે અટેકિંગ ગેમનો અપ્રોચ રાખવાનું ચાલુ રાખ્યું હતું. 35મી એમિનિટે આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી રા​​​​ઇ​​ટ વિંગથી બોલ લઈને દોડ્યો હતો. તેણે ફ્રેન્ચ પેનલ્ટી બોક્સમાં સાથી ખેલાડી મેક એલિસ્ટરને પાસ કર્યો હતો. મેકએલિસ્ટરે તરત જ બોલ એન્જલ ડી મારિયાને પાસ કર્યો હતો.

Read About Weather here

મેચની 22મી મિનિટે આર્જેન્ટિનાનો એન્જલ ડી મારિયા બોલ સાથે ફ્રેન્ચ પેનલ્ટી બોક્સ તરફ દોડ્યો હતો. તે બોક્સની અંદર જવા માટે લેફ્ટ વિંગથી પાસ કરવા ગયો હતો. પરંતુ, ફ્રાન્સના ઓસમાન ડેમ્બેલે તેને ફાઉલ કર્યો હતો. ફાઉલ બાદ રેફરીએ આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી. લિયોનેલ મેસીએ 23મી મિનિટે પેનલ્ટી શોટ ફટકાર્યો હતો. આ ગોલ સાથે મેસ્સીએ ટૂર્નામેન્ટમાં 6 ગોલ કર્યા છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here