રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી

રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી
રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.14થી 17 ડિસેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિષય નિષ્ણાતોના વ્યાખ્યાનો, ચિત્ર સ્પર્ધા, સ્લોગન રાઈટિંગ સ્પર્ધા અને રિન્યૂએબલ એનર્જી કિટનું હેન્ડ્સઓન આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં દરરોજ 65 સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા ઊર્જા સંરક્ષણ વિષય પર સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા અને પ્રદર્શિત કરાયા હતા.14મીએ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ સિટી, અમદાવાદથી ગુજકોસ્ટ કચેરીની યૂટ્યૂબ ચેનલ પરથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં માધાપર ગામ તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઊર્જા બચત અને તેના સંવર્ધન અંગે વિગતવાર માહિતી મેળવેલ હતી. ડો. સારંગ પાંડેએ ઊર્જા સંરક્ષણ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

Read About Weather here

જ્યારે વિધિ પંડ્યા, ડો.પ્રિયાંશ ચૌહાણનું ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ દ્વારા લેક્ચરનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના આશરે 200 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. બાળકોને સોલાર પેનલ કિટ, સોલાર રોવર, વિન્ડ મિલ લાઈટ કિટ જેવા STEM મોડેલ મારફત હેન્ડ્સ ઓન અનુભવ લઈને સમજણ કેળવી હતી અને ઊર્જાના પરંપરાગત સ્ત્રોતોને બદલે સૂર્યઊર્જા, પવન ઊર્જા, જલ ઊર્જાના લાભો અંગે જાણકારી મેળવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here