રાજકોટ : સિટી બસ એજન્સીને રૂ. 1.60 લાખનો દંડ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લિ. દ્વારા ગત તારીખ 14થી 20 નવેમ્બર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગતો જાહેર કરી છે જેમાં આ સમયગાળા દરમિયાન કુલ 1,04,457 કિ.મી. ચાલી છે. તથા કુલ 1,85,660 મુસાફરે તેનો લાભ લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 4,575 કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજિત રૂ. 1,60,125ની પેનલ્ટી ફટકારવામાં આવી છે.આ ઉપરાંત સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડર્ન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ. 9,900ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતિ/અનિયમિતતા સબબ કુલ 14 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરાયા છે જ્યારે 1 કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કર્યો છે. ચેકિંગ દરમિયાન કુલ 10 મુસાફર ટિકિટ વગર જણાયા હતા તેમની પાસેથી કુલ અંદાજિત રકમ રૂ.1100નો દંડ વસૂલ કરાયો છે.

એવી જ રીતે બીઆરટીએસમાં તારીખ 14થી 20 નવેમ્બર દરમિયાન કુલ 22,894 કિ.મી. ચાલી છે. તથા કુલ 1,84,038 મુસાફરે પરિવહન સેવાનો લાભ લીધો છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરિટી પૂરા પાડતી એજન્સી રાજ સિક્યુરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ.900ની પેનલ્ટી ફટકારી હતી. બી.આર.ટી.એસ. બસ સેવામાં ડ્રાઈવર તેમજ કંડક્ટરને પરિવહન દરમિયાન રાખવાની થતી તકેદારી અંગે માહિતગાર કરવા આજી ડેપો ખાતે ટ્રેનિંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.

Read About Weather here

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે સિટી બસ અને બીઆરટીએસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળે છે કે કેમ તેનું ચેકિંગ કરવામાં આવે છે. હાલ મનપાએ એક સપ્તાહ દરમિયાન કરેલી કામગીરીની વિગતો જાહેર કરી છે જેમાં બસ ઓપરેટર એજન્સીને કામગીરીમાં ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારી છે અને યાત્રિકો સાથે કે અન્ય રીતે ગેરરીતિ આચરતા કે અનિયમિતતા દાખવતા કંડક્ટર સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here