મહારાષ્ટ્રમાં રેલવે ફૂટ બ્રિજનો ભાગ ધરાશાયી

મહારાષ્ટ્રમાં રેલવે ફૂટ બ્રિજનો ભાગ ધરાશાયી
મહારાષ્ટ્રમાં રેલવે ફૂટ બ્રિજનો ભાગ ધરાશાયી
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ તૂટી ગયો છે. બ્રિજની ઊંચાઈ 60 ફૂટ હતી અને ઘટના સમયે લોકો તેમાંથી પસાર થઈ રહ્યા હતા. બ્રિજનો ભાગ તૂટી પડતા લોકો 60 ફૂટ ઊંચાઈથી રેલવેના પાટા પર પડ્યા.

Visit Saurashtra Kranti Homepage here

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રેલવેએ 4 ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. તે જ સમયે, સમાચાર એજન્સી પીટીઆઈએ 13 ઘાયલોની માહિતી આપી છે.પ્રાથમિક માહિતી અનુસાર, બલ્લારશાહ સ્ટેશન પર કાઝીપેટ-પુણે એક્સપ્રેસમાં ચઢવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર ચાર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

અચાનક પુલની વચ્ચેના સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતા મુસાફરો પાટા પર પડી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે રેલવેએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને રૂ. 1 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે.

Read About Weather here

બલ્લારશાહ સ્ટેશન પર કાઝીપેટ-પુણે એક્સપ્રેસમાં ચઢવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર ચાર તરફ જઈ રહ્યા હતા ત્યારે સાંજે 5.10 વાગ્યે આ ઘટના બની હતી. અચાનક બ્રિજની વચ્ચેના સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતા મુસાફરો પાટા પર પડી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here