ભારત જાસૂસી જહાજ યુઆન વાંગ-6ને પ્રવેશવા દેશે નહીં!

ભારત જાસૂસી જહાજ યુઆન વાંગ-6ને પ્રવેશવા દેશે નહીં!
ભારત જાસૂસી જહાજ યુઆન વાંગ-6ને પ્રવેશવા દેશે નહીં!
ભારતીય નૌકાદળ ચીનના જાસૂસી જહાજ C વાંગ-6ને દેશના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (EEZ)માં પ્રવેશવા દેશે નહીં. આ ઝોન સમુદ્રમાં 200 નોટિકલ માઈલ (સમુદ્રી માઈલ) સુધી વિસ્તરેલો છે. યુદ્ધ જહાજો સહિત વિદેશી જહાજો EEZમાં મુક્તપણે સેલિંગ કરી શકે છે, તેમ છતાં ભારતીય કાયદા હેઠળ કોઈપણ દેશની પરવાનગી વિના આ ઝોનમાં સર્વેક્ષણ, સંશોધન પર પ્રતિબંધ છે.

Visit Saurashtra Kranti Homepage here

યુઆન વાંગ-6 એ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN) નું એક જાસૂસી જહાજ છે, જેને ઓડિશાના કિનારે આવેલા એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતના મિસાઈલ ટેસ્ટને ટ્રેક કરવા માટે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મોકલવામાં આવ્યું છે. જો કે, ચીને સત્તાવાર રીતે વાંગ-6ને સંશોધન અને સર્વેક્ષણ જહાજ તરીકે રજીસ્ટર કરાવ્યું છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, નૌકાદળના કહેવા પ્રમાણે તેઓ વાંગ-6ની દરેક ગતિવિધિ પર દેખરેખ રાખી રહ્યા છે. નૌકાદળને માનવરહિત એર વ્હીકલ અને લોન્ગ રેન્જ મરીટાઈમ સર્વેલન્સ એરક્રાફ્ટ વાંગ-6 ને ટ્રેક કરી શકે છે. નૌકાદળને આ પણ જાણી શકે છે આ જહાજ શું ટ્રેક કરી રહ્યું છે.

Read About Weather here

જો કે જ્યાં સુધી તે ખુલ્લા સમુદ્રમાં છે ત્યાં સુધી તેઓ કંઈ કરી શકતા નથી. જો તે EEZમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો જ તેની સામે કાર્યવાહી થઈ શકે છે.નૌકાદળે બીજી એક શક્યતા ઊભી કરી છે કે જો ભારતના પડોશીઓ ચીનના જાસૂસી જહાજને તેમના સમુદ્ધ કિનારે આવવા દે તો તે એક મોટી સમસ્યા બની શકે છે. ભારત બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે દરિયાઈ સરહદો વહેંચે છે. ભારત તેના EEZ કાયદાને આ દેશોમાં લાગુ કરી શકતું નથી. એટલે કે, જો બાંગ્લાદેશ યુઆન વાંગ-6ને ચટગાંવમાં ડોક કરવાની મંજૂરી આપે છે અથવા શ્રીલંકા તેને હંબનટોટા પોર્ટ પર આવવા દે છે, તો ભારત દરિયાકિનારાની ખૂબ નજીક હશે, જ્યાંથી તે દરેક બાબતને ટ્રેક કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here