રાજકોટ મહાપાલિકાએ રાજકોટની સિટી બસ અને બીઆરટીએસ રૂટ પર ચાલતી ઈલેક્ટ્રિક એ.સી. બસમાં મહિલાઓ માટે 26મીએ સિટી બસ અને BRTSમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરાઈ છે. ગમે એટલી વાર ગમે તે રૂટ પર મુસાફરી કરે તો તેની ટિકિટ લેવાશે નહીં અને આ દિવસ તેઓ તદ્દન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
Visit Saurashtra Kranti Homepage here
તા.26ને બુધવારના રોજ સિટી બસ અને બીઆરટીએસ આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ માટે “ફ્રી બસ સેવા’ પૂરી પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. બુધવારે દિવસ દરમિયાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા-સ્ત્રી મુસાફરો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.મનપાના મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા આ જાહેરાત કરાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here