રૂષી સૂનક બ્રિટનના નવા વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ

રૂષી સૂનક બ્રિટનના નવા વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ
રૂષી સૂનક બ્રિટનના નવા વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ
બ્રિટનમાં ફક્ત 45 દિવસ માટે વડાપ્રધાન રહીને રાજીનામુ આપનાર લીઝ ટ્રસના સ્થાને હવે બ્રિટનમાં શાસક ક્ધઝર્વેટીવ પાર્ટીએ નવા સુકાનીની શોધ શરુ કરી છે.બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના રૂષી સૂનક હવે દોટમાં પ્રથમ સ્થાને આવી ગયા છે. જેમાં ગઇકાલ સુધી પૂર્વ વડાપ્રધાન બોરીસ જોન્સન મેદાનમાં હતા પણ તેઓએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે અગાઉ જ સૂનકે પોતાની દાવેદારી નોંધાવી દીધી હતી અને તેમને 100થી વધુ સાંસદોનો ટેકો હોવાનો પત્ર સુપ્રત કર્યો હતો. જ્યારે હવે 147 સાંસદોનો ટેકો મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

બોરીસ જોન્સનને 102 સાંસદોનું સમર્થન છે પરંતુ તેઓ હવે મેદાનમાંથી બહાર થઇ ગયા હોવાના સંકેત છે. પૂર્વ કેબીનેટ મંત્રી પેની મોર્ડેટને ફક્ત 24 સાંસદોનો જ ટેકો છે અને તેથી 42 વર્ષિય રુષી સૂનકને એક સપ્તાહમાં બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે જાહેર કરાશે તેમ માનવામાં આવે છે. શાસક પક્ષની પ્રક્રિયા મુજબ 156 સાંસદોનો ટેકો મેળવનાર પ્રથમ ક્રમે આવે છે અને બાદમાં શાસક પક્ષના 1.60 લાખથી વધુ માન્ય મતદારો મતદાન કરે છે અને તેમાં નંબર વન બનનાર દેશમાં નવા વડાપ્રધાન બને છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here