તળાવમાં ડૂબી જતાં 6 માસૂમનાં મોત

તળાવમાં ડૂબી જતાં 6 માસૂમનાં મોત
તળાવમાં ડૂબી જતાં 6 માસૂમનાં મોત
હરિયાણાના ગુરુગ્રામમાં ​​​​​સેક્ટર-110 Aમાં એક બિલ્ડરની અંદાજિત 4 એકર જમીન પરના ખાડામાં વરસાદી પાણી ભરાતા તળાવ બન્યું હતું. આ વરસાદી તળાવની ઊંડાઇનો અંદાજ ન હતો અને 8થી 12 વર્ષના 6 બાળકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન તમામ બાળકો ડૂબ્યા હતા. બાળકો ડૂબ્યા હોવાની માહિતી સાંજે 6 વાગ્યે પોલીસ આપવામાં આવી હતી. જોકે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે આ તળાવમાં કુલ 8 બાળકો ડૂબ્યાં છે. હજુ પણ શોધખોળ ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ફાયર વિભાગ, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાન અને તરવૈયાઓ પહોંચ્યા હતા. આ ટીમોએ છેલ્લા 4-5 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં 6 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ બાળકો નજીકની કોલોની શંકર વિહારના રહેવાસી હતા. બાળકોના એક મિત્રએ તમામને ડૂબતા જોઇને આસપાસના લોકોને અવાજ લગાવ્યો હતો. પરંતુ રહેણાંક વિસ્તાર દુર હોવાથી બચાવનારું કોઈ ન આવ્યું. આ બાળકે જ તાત્કાલિક પોતાની કોલોનીમાં દોડી જઇને જણાવ્યું તો પરિવારજનો દોડી આવ્યા અને શોધખોળ શરૂ કરી.

જ્યારે બાળકો ન મળતા તંત્રને જાણ કરી હતી. માહિતી અનુસાર, પોલીસે તમામના પરિવારજનોને જાણ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની માહિતી આપતા ડીસી નિતિન યાદવે જણાવ્યું કે, તમામ બાળકોના મૃતદેહ બહાર કઢાયા છે. મૃતકોના નામ દેવા, પીયૂષ, અજીત, દુર્ગેશ, રાહુલ અને રાહુલ જણાવવામાં આવી રહ્યું છે. તમામ બાળકો 8થી 12 વર્ષ સુધીની ઉંમરના છે અને શંકર વિહારના રહેવાસી છે. બપોરે 3 વાગ્યા આસપાસ વરસાદી તળાવમાં તેઓ નહાવા ગયા હતા. એક બાળકે બાકીના બાળકો ડૂબ્યા હોવાની જાણ કરી હતી. જ્યારબાદ મૃતક બાળકોના પરિવારજનો પહોંચ્યા અને પોલીસને માહિતી આપી દીધી હતી. સાથે દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે, તેના માટે તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ લોકો જવાબદાર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Read About Weather here

ઘટનાસ્થળે પહોંચેલા અધિકારી નિશાંત કુમાર યાદવે જણાવ્યું કે,મુખ્યમંત્રી મનોહર લાલે ઘટના પર દુઃખ વ્યક્ત કરતા બાળકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ટ્વિટ કરીને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. જણાવે છે કે તે જમીન એક મોટા બિલ્ડરે ખરીદી રાખી છે. જણાવી દઇએ કે દિલ્હી-NCRમાં શનિવાર બપોરથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને નોઇડા, દિલ્હી સહિત કેટલાક શહેરોમાં પાણી ભરાયા છે. ત્યારે આ વરસાદથી ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થયું છે. ત્યારે, રાજધાનીની વાત કરીએ તો આ કમોસમી વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here