આપઘાતને પણ રાજકીય હિંસા ગણાવે છે ભાજપ: શાહને મમતા બેનર્જીનો જવાબ

હવે હારીશ તો સીએમ નહીં રહી શકું : મમતા બેનર્જી
હવે હારીશ તો સીએમ નહીં રહી શકું : મમતા બેનર્જી

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી સરકાર પર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ કહૃાું કે, બંગાળના પ્રવાસ સમયે ગૃહ મંત્રી અમિત શાહે પશ્ર્ચિમ બંગાળની ખોટી તસવીર રજૂ કરી હતી. ભાજપના રાજકીય હિંસાનો જવાબ આપતા મમતા બેનર્જીએ કહૃાું કે, રાજ્યમાં રાજકીય હિંસામાં ઘટાડો થયો છે. બેનર્જીએ કહૃાું કે, આત્મહત્યાને પણ રાજકીય હત્યા ગણાવી દેવામાં આવે છે. મમતાએ કહૃાું કે, ભાજપ પતિ-પત્નીના ઝગડાને પણ રાજકીય ઝગડો ગણાવી દે છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહૃાું કે, પશ્ર્ચિમ બંગાળ ઘણા માપદંડો પર કેન્દ્રના આંકડાથી સારૂ પ્રદર્શન કરી રહૃાું છે. તેમણે કહૃાું કે, બંગાળ ૧૦૦ દિવસ કામ આપવામાં, ગ્રામીણ આવાસ, ગ્રામીણ રસ્તા, ઈ-ટેન્ડિંરગ અને ઈ ગવર્નેંસમાં નંબર વન છે.

મમતાએ કહૃાું કે, બંગાળ રાજ્યનો જીડીપી તેમના કાર્યકાળમાં ૨.૬ ગણો વધી ગયો છે. બંગાળમાં એક કરોડ નોકરી ઉભી કરવામાં આવી છે.

મમતા બેનર્જીએ કાયદો-વ્યવસ્થાના મુદ્દા પર કેન્દ્ર પર વળતો પ્રહાર કરતા કહૃાું કે, ભાજપ બંગાળની કાયદો-વ્યવસ્થા પર મોટી-મોટી વાતો કરે છે, પરંતુ બંગાળના બે શહેરોને સૌથી સુરક્ષિત શહેરનો દરજ્જો મળ્યો છે. સીએમે કહૃાું કે, બંગાળના પ્રવાસ પર આવેલા અમિત શાહ આત્મહત્યાને પણ રાજકીય હિંસા ગણાવે છે. તેમણે કહૃાું કે, ભાજપ પતિ-પત્નીના ઝગડાને પણ રાજકીય રંગ આપે છે.