જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં કરાઈ સમીક્ષા…

જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં કરાઈ સમીક્ષા...
જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં કરાઈ સમીક્ષા...

રાજકોટ જિલ્લામાં વિકાસકાર્યો પૂર્ણ કરવા તાકિદ

પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા રસ્તા, સિંચાઈ, બાંધકામ સહિતના કામો મુદ્ે અધિકારીઓને સુચના

રાજયની સરકાર દ્વારા અનેક લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે

ત્યારે આ યોજનાઓનો સંપૂર્ણ લાભ રાજકોટ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતીઓના પદાધિકારીઓ સાથે સંકલન કરી જિલ્લા પંચાયતના દરેક વિભાગના શાખા અધિકારીઓની સાથે પ્રમુખ ભૂપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક સભાખંડમાં મળી હતી.

જેમાં દરેક વિભાગના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી, દરેક શાખાના પ્રગતિમાં રહેલા કામો,પેન્ડીંગ કામોના કારણો સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં કરાઈ સમીક્ષા... બેઠક

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા નાણાપંચના તમામ કામોની વહીવટી પ્રક્રિયા ઝડપી પુર્ણ કરી કામો વહેલાસર પુર્ણ કરવા, બાંધકામ શાખાને ટી.એસ., વહીવટી તથા ટેન્ડર, રિટેન્ડર સહિતની પ્રક્રિયાઓ ઝડપી પુર્ણ કરવા, રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના ગેરંટી પીરીયડવાળા તમામ રોડનો વહેલી તકે સર્વે કરી,જે તે એજન્સી પાસે રીપેરીંગ કરવા તથા રોડ સબંધી જરૂરી કામગીરી કરવા, અને ચોમાસાની સિઝન લગભગ પુર્ણતાના આરે છે,ત્યારે સિઝન દરમિયાન પાણી ભરાવાના લીધે સિંચાઈ વિભાગના અટકેલા કામોને ફરીથી ગતી આપી પુર્ણ કરવા સંબંધીત અધિકારીઓને સૂચના અપાઈ હતી.

આ ઉપરાંત ખરાબ રોડ સહિતની જિલ્લા પંચાયત સદસ્યો, આગેવાનો, સંગઠનના હોદેદારો તથા સરપંચો દ્વારા આવતી રજૂઆતોમાં ગંભીરતા દાખવીને અગ્રતા આપવા માટે પણ શાખા અધિકારીઓને બેઠકમાં સુચના આપવામાં આવી હતી.

Read About Weather here

આ બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here