ઘેલા સોમનાથ મંદિરે ધરણા આંદોલન

ઘેલા સોમનાથ મંદિરે ધરણા આંદોલન
ઘેલા સોમનાથ મંદિરે ધરણા આંદોલન

વહીવટી સમિતિમાં કોળી સમાજને સ્થાન નહીં અપાતા રોષ

પૂર્વ કોંગી ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલની આગેવાનીમાં હવે આશ્ચર્ય કાર્યક્રમો કરવા ચીમકી

જસદણ નજીકના સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના સંચાલન માટે  સરકારે  14 વ્યક્તિની વહીવટી સમિતિ જાહેર કરી છે.

જેમાં કોળી સમાજની એક પણ વ્યક્તિને લેવામાં આવી નથી આ ઉપરાંત ઈત્તર સમાજ સહિતના અનેક સમાજને અન્યાય કરવામાં આવ્યો છે. સમિતિમાં કોળી સમાજ ઉત્તર સમાજ સહિત તમામ જ્ઞાતિ સમાજના લોકોને નિમણૂક કરવાની માંગણી સાથે જસદણના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી, કોળી સમાજના નેતા ભોળાભાઈ ગોહિલની આગેવાની હેઠળ ધારણા કર્યા હતા.

ઘેલા સોમનાથ મંદિરે ધરણા આંદોલન સોમનાથ

આ ધરણામાં અવસરભાઈ નાકિયા, સુરેશભાઈ ગીડા, રણજીતભાઈ ગોહેલ, વિઠ્ઠલભાઈ માલકીયા, વિનુભાઈ ધડુક, મનસુખભાઈ સાકરીયા, વિનુભાઈ મેણીયા, વિપુલભાઈ બાવળીયા, શીવાભાઈ સુવાણ, ખોડાભાઈ દુધરેજીયા સહિતના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે મુખ્યમંત્રી સહિતને કરેલી રજૂઆતમાં ઘેલા સોમનાથની વહીવટી સમિતિમાં પટેલ સમાજના 4 , કોળી સમાજના 4 તેમજ ઈતર સમાજમાંથી એક – બે લોકોની નિમણુંક થાય તેવી માગણી કરી હતી.

Read About Weather here

તેમણે જણાવ્યું હતું કે, અગાઉ સરકારને લેખિત રજૂઆત કર્યા બાદ આજે ધરણા કર્યા પછી પણ જો આગામી દિવસોમાં આ સમિતિ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આશ્ચર્યજનક આંદોલનાંત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here