કોંગ્રેસનો વધુ ફટકો: વરિષ્ઠ નેતા મોતીલાલ વૉરાનું ૯૩ વર્ષની વયે નિધન

૭ વર્ષ કોંગ્રેસના કોષાધ્યક્ષ રહૃાા

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું ૯૩ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે મોતીલાલ વોરાને કાલે રાત્રે એસ્કૉર્ટ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. કાલે જ તેમનો જન્મદિવસ હતો. લાંબા સમય સુધી કૉંગ્રેસ ખજાનચી રહેલા મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા છે.

આ પહેલા તેઓ કોવિડ-૧૯થી સંક્રમિત થયા હતા. તે સમયે તેમની સારવાર એમ્સ, દિલ્હીમાં કરવામાં આવી હતી. સારવાર તેઓ ઠીક થઈ ગયા હતા અને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર કૉંગ્રેસના તમામ નેતાઓએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘વોરાજી એક સાચા કૉંગ્રેસી અને અદૃભુત માણસ હતા. અમે તેમને ઘણા મિસ કરીશું. તેમના પરિવાર અને ડોસ્તોને મારો પ્રેમ અને સંવેદાઓ.

મોતીલાલ વોરા ગાંધી પરિવારના ઘણા જ નજીક હતા. વર્ષ ૨૦૧૮માં વધતી ઉંમરનું કારણ આપીને રાહુલ ગાંધીએ મોતીલાલ વોરા પાસેથી ખજાનચીની જવાબદારી લેતા અહમદ પટેલને આપી હતી. અહમદ પટેલનું પણ નિધન થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે રાજનીતિમાં આવ્યા પહેલા મોતીલાલ વોરા એક પત્રકારની ભૂમિકા નિભાવી રહૃાા હતા. મોતીલાલ વોરાએ લાંબા સમય સુધી કૉંગ્રેસ પાર્ટીના સંગઠનમાં કામ કર્યું. તેઓ ગાંધી પરિવારના વફાદાર ગણાતા હતા.

૧૯૯૩માં મોતીલાલ વોરાએ ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે જવાબદારી સંભાળી હતી અને ૩ વર્ષ સુધી તેઓ યૂપીના રાજ્યપાલ હતા. આ ઉપરાંત વોરા કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ સંભાળી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ના લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે પાર્ટીની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષ પદૃથી પોતાનું રાજીનામું આપી દીધું હતુ તો ત્યારબાદ મોતીલાલ વોરાને પણ વચગાળાના અધ્યક્ષ બનાવવાની ચર્ચા થઈ હતી. જો કે અંતમાં એ પદની જવાબડારી સોનિયા ગાંધીને આપવામાં આવી.