શરદી-ઉઘરસના 307, ઝાડા-ઉલ્ટીના 87 અને તાવના 74 કેસ નોંઘાયા

શરદી-ઉઘરસના 307, ઝાડા-ઉલ્ટીના 87 અને તાવના 74 કેસ નોંઘાયા
શરદી-ઉઘરસના 307, ઝાડા-ઉલ્ટીના 87 અને તાવના 74 કેસ નોંઘાયા
શહેરમાં ચોમાસા સત્રની શરૂઆત થઇ ગઇ છે. અવારનવાર વરસાદી ઝાપટાંને પરિણામને પગલે વિસ્તારોમાં પાણીનો ભરાવો થતો હોય છે જેને પગલે પાણીજન્ય રોગચાળો ફેલાય છે. ગયા સપ્તાહ દરમ્યાન શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો એક-એક કેસ નોંધાયો છે. પરિણામે આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયું છે. રોગચાળાને ફેલાતો અટકાવવાને પગલે આરોગ્ય શાખાએ શ્રેણીબધ્ધ કામગીરી હાથ ધરી છે. વરસાદી ઋતુને કારણે જોવા મળતા રોગોના નિયંત્રિત માટે મનપા તંત્ર સતત દોડધામ કરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપાની યાદી મુજબ ગયા સપ્તાહમાં શરદી-ઉઘરસના 307, તાવના 74 અને ઝાડા-ઉલ્ટીના 87 કેસ નોંધાયા છે. રોગચાળો ફેલાતા અટકાવવાને પગલે મનપા દ્વારા ગયા સપ્તાહમાં 19,595 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી જયારે 654 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં ગીતાનગર, સ્વામીનારાયણપાર્ક, માટેલ સોસા., શ્રધ્ઘા પાર્ક, 40 ફુટ રોડ, એસ.આર.પી. કેમ્પ પાસેનો વિસ્તાર, રાજરેસીડેન્સી (રેલનગર), સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, બજરંગવાડી ગોપાલચોક આસપાસનો વિસ્તાર વગેરે વિસ્તારો ફોગીંગ કરવામાં આવ્યું હતું.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 366 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 443 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.

Read About Weather here

મનપાની આરોગ્ય શાખા યાદી જણાવે છે કે, ડેન્ગ્યુ, મેલેરીયા તથા ચિકનગુનિયાથી બચવા માટે ચોખ્ખા પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા જોઈએ અને બિનઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા જોઈએ. લોકો મચ્છરોની ઉત્પતિ ન થાય એ માટે સ્વચ્છતા જાળવે એવી મનપા દ્વારા અપીલ કરાઇ છે.(13.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here