સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાવતી તસ્વીરો…!

સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાવતી તસ્વીરો…!
સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાવતી તસ્વીરો…!
સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત સમગ્ર દેશના જુદા – જુદા મહાનગરો તેમજ શહેરો વચ્ચે સ્વચ્છતા બાબતે સ્પર્ધા યોજવામાં આવી હતી. દેશભરના 4320 શહેરોમાંથી રાજકોટ શહેરનો 11મો ક્રમ આવ્યો છે.ગત વર્ષે સ્વચ્છતા માટે રાજકોટ શહેરનો છઠ્ઠો ક્રમ આવ્યો હતો.મહાનગરપાલિકાના અનેક વોર્ડમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ! રાજકોટ શહેરને ચોખ્ખું ચણાક બનાવવું હોય તો મનપા તંત્ર દ્વારા અફલાતૂન કામગીરી કરવી જ પડશે. અધિકારીઓ – કર્મચારીઓએ શેરી – ગલ્લીઓમાં ઉતરવું પડશે.શાકમાર્કેટની આજુબાજુમાં એટલી ગંદકી હોય છે

Visit Saurashtra Kranti Homepage here

કે, ત્યાંથી રાહદારીઓને ચાલવું મુશ્કેલ બને છે. ઓફિસમાં બેસી સુંદર રાજકોટના ગાણા ગાતા અધિકારીઓ – કર્મચારીઓનો પદાધિકારીઓએ ક્લાસ લેવા જોઇએ.શહેરમાં ભળેલા નવા વિસ્તારોમાં અધિકારીઓ – પદાધિકારીઓ ચક્કર લગાવે તો ખબર પડે કે વિસ્તારોમાં કેવી હાલત છે! અનેક વિસ્તારોમાં ટિપર વાન મોડી પહોચતી હોવાથી કચરાના ઢગલાં થઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.

Read About Weather here

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેરને ચોખ્ખું – ચણાંક બનાવવા વોર્ડના તમામ વિસ્તારોમાં સમયસર સફાઇ થવી જોઈએ. વોર્ડના કોર્પોરેટરોએ સામજીક સંસ્થાઓનો સહયોગ લેવો જોઈએ.ચૂંટણી ટાણે જેમ મિટિંગો કરાય છે તેમ અલગ – અલગ વિસ્તારોમાં મિટિંગ કરવી જોઈએ. મીટીંગમાં સ્વચ્છતા અંગે લોકોને સમજાવવા જોઈએ. જે લોકો જ્યાં – ત્યાં કચરાના ઢગલા ફેંકી જવાબદારી ખંખેરી નાખે છે તેવા લોકો સામે દંડની કાર્યવાહી કરવી જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here