આણંદ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્રરૂપ: 11 પશુના મોત, બોરસદમાં 4 કલાકમાં 11 ઇંચ

આણંદ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્રરૂપ: 11 પશુના મોત, બોરસદમાં 4 કલાકમાં 11 ઇંચ
આણંદ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્રરૂપ: 11 પશુના મોત, બોરસદમાં 4 કલાકમાં 11 ઇંચ
આણંદ જિલ્લામાં ગુરૂવારે આભ ફાટ્યું હોય એવી રીતે સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર પધરામણી કરી હતી અને ગાજવીજ તથા તોફાની પવન સાથે ત્રણથી માંડી 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પરિણામે ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બોરસદમાં તો સૌથી વધારે તોફાની પવન અને ગાજવીજ સાથે માત્ર 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદી બની ગયા હતા અને નીચાણવાળા વિસ્તારો ટાપુ બની ગયા હતા. પ્રચંડ વરસાદનાં પાણીમાં તણાઈને 11 પશુનાં મોત થયાનું નોંધાયું હતું. આખું બોરસદ પાણી- પાણી થઇ ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આણંદ જિલ્લામાં ગઈકાલે સવારથી વરસાદ ચાલુ રહ્યો છે. આખા જિલ્લામાં વરસાદ પડ્યાનાં વાવડ છે. સૌથી વધારે તારાજી બોરસદમાં સર્જાઈ ગઈ છે. આખો દિવસ ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. સાર્વત્રિક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મનપાની ટીમોએ આખી રાત લોકોને સલામતી સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ રાખી હતી. બોરસદ નગરપાલિકાનાં પ્રમુખ આરતીબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ મનપાની ટીમોએ ઠેરઠેર મશીનરી લગાડી પાણીનાં નિકાલની જોરદાર કામગીરી કરી હતી. માર્ગો પરના દબાણોને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. આખા જિલ્લામાં મેઘમહેર થઇ છે.

Read About Weather here

બોરસદમાં આજે પણ પાણી ઉતર્યા ન હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો અને લોકોને અવર-જવર કરવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. 11 પશુનાં મોત થયાનું નોંધાયું હતું.સૌથી વધુ બોરસદમાં 11 ઇંચ, આંકલાવમાં 3 ઇંચ, આણંદમાં સવા ઇંચ, ઉમરેઠમાં 1 ઇંચ, ખંભાતમાં સવા ઇંચ, તારાપુરમાં પોણા બે ઇંચ, પેટલાદમાં પોણા બે ઇંચ અને સોજીત્રામાં અઢી ઇંચ જેવો વરસાદ ખાબક્યાનું નોંધાયું હતું. આણંદજી સાથે- સાથે ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નડીયાદમાં ધોધમાર બે ઇંચ પાણી પડ્યું હતું. ગરનાળા છલકાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here