રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના કેશિયરની રૂ.71.43 લાખની ઉચાપત: તપાસનો ધમધમાટ

રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના કેશિયરની રૂ.71.43 લાખની ઉચાપત: તપાસનો ધમધમાટ
રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના કેશિયરની રૂ.71.43 લાખની ઉચાપત: તપાસનો ધમધમાટ
રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્કની પાટણવાવ પાસેની વડોદર બ્રાન્ચમાં બેન્ક કેશિયરે રૂ.71.43 લાખની છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા જ પાટણવાવ પોલીસ મથકમાં છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.બેન્ક કેશિયર દ્વારા ખાતાધારકો એકાઉન્ટમાં જમા કરાવવા આવતા પૈસા બેન્કમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગ માટે લઈ તે પૈસાની એન્ટ્રી ડીલીટ કરી ગ્રાહકો સાથે છેતરપીંડી કરી હોવાનું પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગતો મુજબ, જેતપુર રહેતા અને ધોરાજીની રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કમાં નોકરી કરતા ગોપાલભાઈ ભીખાભાઈ રાદડીયા(પટેલ)(ઉ.વ.56)એ ફરિયાદમાં ધોરાજીના મોટી પાનેલીમાં રહેતા બેન્ક કેશિયર તરીકે નોકરી કરતા વિકાસ રતીલાલ લાખાણીનું નામ આપતા તેની સાથે કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગોપાલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક ધોરાજી મેઈન શાખામાં ડેપ્યુટી મેનેજર (ઝોનલ) ધોરાજી જોન તરીકે ફરજ બજાવું છું અને ધોરાજી તથા ઉપલેટા તાલુકામાં આવેલ રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્કની શાખાઓની કામગીરીનું સુપર વિઝન કરવાનું મારૂ કામ છે અને ધોરાજી તાલુકાના વાડોદર ગામે રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્કની શાખા મારા કાર્યક્ષેત્ર નીચે આવે છે.

મારા કાર્યક્ષેત્રમાં આવતી બેંકોનુ આંતરીક ઓડીટ દર ત્રણ મહીને કરવાનું હોય છે અને છેલ્લે માર્ચ 2022 સુધીનું કરેલ છે અને આ વાડોદર ગામે રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક બેન્ક મેનેજર તરીકે તા.01/11/2021 થી રાજુભાઈ રાવલ ફરજ બજાવતા હતા અને હાલ તેઓ સસ્પેન્ડ છે અને તેની બદલી પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે કરવામાં આવેલ છે અને કેશિયર તરીકે તા.29/06 /2019 થી વિકાસભાઈ રતીલાલ લાખાણી ફરજ બજાવતા હતા. હાલ તેઓ સસ્પેન્ડ છે અને મોરબી જીલ્લાના વાઘપર ખાતે તેઓની બદલી કરવામા આવેલ છે. જેઓને હું સારી રીતે ઓળખુ છું. ગઈ તા.03/06/2022 ના રોજ હું સમઢીયાળા ગામ મારા કાર્યક્ષેત્રમાં આવતું હોય જેથી આંતરિક ઓડીટ માટે ગયેલ હતો.ત્યારે મારા મોબાઈલ ફોન પર વાડોદર ગામેથી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેન્કની શાખાના બેન્ક મેનેજર રાજુભાઈ રાવલનો ફોન આવેલ અને તેઓએ મને કહેલ કે વિજયભાઈ બાબુભાઈ સાવલીયા રજૂઆત કરેલ કે મારા બેન્કના ખાતામાંથી મે ત્રણ લાખ રૂપિયા ઉપાડેલ નથી છતાં ખાતામાંથી ત્રણ લાખ રૂપિયા ઉપાડેલ જણાય છે.જેથી ઓછા બતાવે છે.

Read About Weather here

જેથી હું સમઢીયાળાથી વાડોદર અમારી શાખા ખાતે ગયેલ અને તપાસ કરતા વાડોદર શાખાના કેશિયર તરીકે વિકાસભાઈ રતીલાલ લાખાણી ઉપર શંકા જતા અમોએ તથા બેંકના વિઝીલન્સ મેનેજર મગનભાઈ.ડી.કાછડીયા કે.બી.રામોલીયા તથા એમ.એલ.નરોડીયા તથા એ.જે.વઘાસીયાનાઓ દ્વારા તપાસ કરી હતી. જેમાં વાડોદર શાખાના કેશિયર વિકાસભાઈ લાખાણીએ વાડોદર શાખાના ખાતા ધારક ખીમાભાઈ ગગાભાઈ દાસાણીના ખાતા સી.આઈ.એફ. (કસ્ટમર ઇંફોર્મેશન ફાઈલ) માંથી મોબાઈલ નંબર કાઢી તેઓએ ચેક નંબરનો દુર ઉપયોગ કરી પોતે જ પોતાના અક્ષરમા ચેક લખી અંગુઠાનું નિશાન કરી પોતાના સ્વહસ્તાક્ષરથી અન્યની સહી કરી અંગુઠો ઓળખાવી રૂ.5,000,20 ની રકમના ચેક સામે રૂ.500000/- આર.ટી.જી.એસ.ની સ્લીપ પોતે જ ભરી કેતનકુમાર એ.જાગાણી મોરબી ઇન્ડુસ બેંકના ખાતામાં તેમજ કમિશનની રકમ રૂ.20 મળી કુલ રૂ. 500020ની સ્લિપ ભરી ગ્રાહકની સહીમાં પોતાની સહી કરી ચેક પાસ કરેલ આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કરી તેમજ અન્ય કુલ 20 જેટલા ખાતા ધારકોના અલગ અલગ રકમ સહિત રૂ.71.43 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ કરતા પાટણવાવ પોલીસના પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા અને હેડકોન્સ્ટબલ વિશાલભાઈ હુણ સહિતના સ્ટાફે તપાસ આદરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here