રાજકોટમાં મેઘરાજાના શુકન, એક ઇંચ: અમદાવાદમાં તોફાની બેટિંગ

રાજકોટમાં મેઘરાજાના શુકન, એક ઇંચ: અમદાવાદમાં તોફાની બેટિંગ
રાજકોટમાં મેઘરાજાના શુકન, એક ઇંચ: અમદાવાદમાં તોફાની બેટિંગ
લાંબા સમયથી ભારે ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહેલા રાજકોટવાસીઓ પર દયા આવી ગઈ હોય તેમ મેઘરાજાએ રવિવારે સાંજે ધમાકેદાર આગમન કરીને ચોમાસાનાં શુભ શુકન કર્યા હતા. એક કલાકમાં ધોધમાર એક ઇંચ પાણી પડી હતું. રાજકોટની જેમ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતનાં અનેક શહેરોમાં વીજળીનાં કડાકા-ભડાકા તથા ઝંઝાવાતી પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. પરિણામે સેંકડો વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થઇ ગયા હતા. અમદાવાદમાં અનેક મહાકાય હોર્ડીંગ અને બોર્ડ જમીન પર પડી ગયા હતા. વડોદરા સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યાનું નોંધાયું રવિવારે એક દિવસમાં 138 તાલુકાઓમાં અડધાથી માંડીને ત્રણ ઇંચ સુધી તોફાની વરસાદ થયાનું નોંધાયું હતું. વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં પવનની ઝડપને કારણે વીજ થાંભલા પડી જતા અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ગુલ થઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં રવિવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ અચાનક મેહુલ્યાએ આગમન કર્યું હતું. વીજળીનાં કડાકા-ભડાકા ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. એક કલાકમાં એક ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું હતું. ભારે પવન અને વરસાદથી શહેરમાં અનેક સ્થળે રસ્તાઓ જાણે નદી બની ગયા હતા, ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા, અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. શહેરનાં રૈયારોડ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ પેડક રોડ, સંતકબીર રોડ, 150 ફૂટ રીંગરોડ અને યુનિવર્સિટી વિસ્તારમાં થોડો સમય જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઠંડક પ્રસરતા અને ભારે બફારામાંથી મુક્તિ મળતા જ રાજકોટવાસીઓ વરસતા વરસાદમાં તન-મનને ભીંજવી દેવા ઘરોની બહાર નીકળી પડ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાનાં 138 તાલુકાઓમાં વરસાદ થયો છે. સૌથી વધુ વલસાડ ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. બેથી માંડીને ત્રણ ઇંચ જેટલું પાણી પડ્યાનું નોંધાયું છે. ડાંગમાં દોઢ ઇંચ, નવસારીના ચિખલીમાં દોઢ ઇંચ, સુરતનાં ઉમરપાડામાં અઢી ઇંચ, તાપીનાં સોનગઢમાં બે ઇંચ, દસક્રોઈમાં પોણો ઇંચ, ધંધુકામાં સવા ઇંચ, અમદાવાદમાં એક થી દોઢ ઇંચ અને વિરમગામમાં એક ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું. ભારે તોફાની વરસાદ થયો હતો. અમદાવાદનાં બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસજી હાઈ-વે, નહેરુનગર, થલતેજ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ઘાટલોડીયા, પાલડી, એલિસબ્રિજ અને સરખેજ સહિતનાં વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 80 થી વધુ વૃક્ષો તૂટી પડ્યા હતા.

અનેક સ્થળે મહાકાય હોર્ડીંગ અને બોર્ડ પણ તૂટી પડ્યા જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. અમદાવાદનાં જોધપુરમાં સૌથી વધુ પોણા બે ઇંચ અને ઉસ્માનપુરામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. વૃક્ષો અને હોર્ડીંગ તૂટી પડ્યા હોવાથી અનેક સ્થળે કલાકો સુધી લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. ઉસ્માનપુરાનો અંડરપાસ બંધ કરાયો હતો. અડધા શહેરમાં અંધારપટ્ટ છવાયો હતો. વડોદરામાં પણ ગઈરાત્રે દિવસભર બફારો બાદ રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ એક કલાક સુધી સટ્ટાસટી બોલાવી હતી. શહેરીજનો વરસતા વરસાદમાં વાહનો લઈને નીકળી પડ્યા હતા. વડોદરાની જેમ ખેડા, સાણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતનાં વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

Read About Weather here

રાજકોટમાં રવિવારે પ્રચંડ વીજળીનાં કડાકા-ભડાકા સંભળાયા હતા અને ગાજવીજથી કેટલીક બિલ્ડીંગો પણ ધ્રુજી હોય તેવો લોકોએ અનુભવ કર્યો હતો. શિવધારા સોસાયટીમાં ભારે પવનને કારણે છત પરથી સોલાર પેનલ જમીન પર પડી ગઈ હતી. શહેરમાં અનેક રસ્તાઓ નદી બની ગયા હતા. ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ પડી જતા એક વ્યક્તિને ઈજા થઇ હતી. ગુજરાતમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી થઇ છે. તદ્દઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહેસાણા, ભરૂચ, બનાસકાંઠા તથા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here