રાષ્ટ્રીય કક્ષાની સબ જુનિયર સ્વિમિંગ સ્પર્ધાનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉદ્દઘાટન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસો. દ્વારા તા. ર4 થી તા. ર6 જુન સુધી 3 (ત્રણ) દિવસ રાજકોટના આંગણે સ્વિમિંગ ફેડેરશન ઓફ ઇન્ડિયાની 38 મી સબ જુનીયર નેશનલ ચેમ્પિયનશિપ ર0રર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે રાજકોટ ડિસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશને ફાળવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

સ્પર્ધાના ચેરમેન તરીકે ઉદ્યોગપતિ અને શાપર વેરાવળ ઇન્ડ. એસોસિએશના ચેરમેન રમેશભાઇ ટીલારા અને કો. ચેરમેન તરીકે ફાલ્કન ગ્રુપના ડાયરેકટર કમલનયન સોજીત્રા સમગ્ર રાજકોટ સ્વિમિંગની ટીમ ઉપરોકત મહાનુભાવના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાને સફળ બનાવવા મહેનત કરશે. તા.ર4 મીએ સાંજે 4:30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેશે.રાજકોટ ડિસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશનના પ્રમુખ ઉમેશ રાજયગુરૂ અને સેક્રેટરી બંકિમ જોષીએ જણાવાયું છે.

સ્પર્ધાની સફળ આયોજન માટે ફીનાના વાઇસ પ્રેસિડેન્ટ વિરેન્દ્રભાઇ નાણાંવટી, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી મોનલભાઇ ચોકસી ઇન્ટરનેશનલ વોટરપોલો રેફરી અને પૂર્વ સેક્રેટરી કમલેશભાઇ નાણાંવટી જીનીસ એજયુકેશન ગ્રુપના ડાયરેકટર ડી.વી. મહેતાના માર્ગદર્શન હેઠળ એસોસિએશનના ઉપપ્રમુખ પ્રકાશ કલોલા અને ખજાનચી દિનેશ હાપાણી, નીરજભાઇ દોશી, જયશ્રી બેન ભગવતીબેન જોષી, શીતલબેન હાપાણી, સાગર કક્કડ, મયુરસિંહ જાડેજા, યશ વાકાણી, દિવ્યેશ ખુંટ, વિજય ખૂંટ, ભરત કિયાળા, અમિત સાકરિયા, અમિત સોરઠીયા, નિલેશભાઇ રાજયગુરૂ, નિમિષ ભારદ્વાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સ્વિમિંગ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 4પ0 થી વધારે સ્પર્ધકો ભાગ લેશે તથા જુદી-જુદી સ્વિમિંગની સ્ટાઇલ જેમકે ફ્રી સ્ટાઇલ, બટરફલાય, બેંક સ્ટોક, બ્રેસ્ટસ્ટ્રોક આમ ચાક સ્ટાઇલમાં સ્પર્ધકો એમનું કોવત દેખાડશે.

Read About Weather here

સ્પર્ધાને સફળ બનાવવા અલગ અલગ કમિટીની રચના કરવામાં આવેલ છે. જે કમિટીઓમાં તે વિષય ને લગતા નિષ્ણાંતોની નિમણુંક આપવામાં આવેલ છે; જેમાં ડો. વિજય મહેતા, હિરેનભાઇ ગોસ્વામી, સંજયભાઇ વઘાશિયા, ચિરાગ સંઘવી, હિરવા ભારદ્વાજ, પાયલ કાચા, મૈત્રી જોષી, વિશ્ર્વા પરમાર, કેયુર રાજયગુરૂ, અશોકભાઇ અઢિયા, પ્રતાપ પરમાર, પ્રતાપ અઢિયા, દર્શન જોષી, મૌલિક કોટીચા, હનીબેન જોબનપુત્રા, જય પરમાર, ધેય્વત રામાણી, અલ્કાબેન ચાવડા, હરેશભાઇ ગોસ્વામી, અશોકભાઇ મઢવી, હિતેશભાઇ ટાંક, જીગર ઠક્કર, દુષ્યંતભાઇ જોશી, સલીમ મકરાી ઋષભભાઇ વ્યાસ સ્વિમિંગ ખેલાડીઓ વગેરે લોકો આ સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. રસ ધરાવનાર સૌને સ્પર્ધા નિહાળવા એસો.ના પ્રમુખ અને પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરૂએ અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here