તલાટી મંત્રીઓની ખાલી જગ્યા 3400, અરજીઓ આવી પુરા 17 લાખ…!!

તલાટી મંત્રીઓની ખાલી જગ્યા 3400, અરજીઓ આવી પુરા 17 લાખ…!!
તલાટી મંત્રીઓની ખાલી જગ્યા 3400, અરજીઓ આવી પુરા 17 લાખ…!!
ગુજરાતમાં શિક્ષિત બેકારોની સંખ્યા કેટલી હદે વધી ગઈ છે અને બેરોજગારીનું પ્રમાણ કેટલું બધું વ્યાપક બની ગયું છે. તેનો ચોંકાવનારો પુરાવો મળ્યો છે. તલાટીકમ મંત્રીની 3400 ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારે જાહેરાત કરતા નોકરી માત્ર પૂરી 17 લાખ અરજીઓ આવી છે. એ જોઇને સરકાર પણ ચોંકી ઉઠી છે.ગુજરાતમાં યુવાનો બેરોજગારી સામે આંદોલન ચલાવી રહ્યા છે. નોકરીઓ અને કામ માંગી રહ્યા છે. ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા ગંભીર પરિસ્થિતિ તરફ અંગુલી નિર્દેશ કરે છે. તલાટીકમ મંત્રીનો હોદ્દો ગ્રામ્ય વહીવટ માટે અત્યંત મહત્વનો છે. એ માટે સરેરાશ પગારનો દર રૂ.19950 જેવો છે. ધો.10 અને 12 પાસ કરનાર અથવા સ્નાતક થનાર કોઈપણ વ્યક્તિ આ હોદ્દા પર નોકરી માટે અરજી કરી શકે છે.ગુજરાતમાં તલાટીમંત્રીની 3400 જગ્યાઓ ખાલી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેની ભરતીની પ્રક્રિયા જાહેર થતા જ સરકાર પાસે 17 લાખ અરજીઓનો પહાડ ખડકાઈ ગયો છે. અરજી કરનારા મોટાભાગનાં ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ યુવા- યુવતીઓ છે. એક લાખ ફોર્મ તો ચકાસણીમાં રદ થઇ ગયા છે. એટલે 18 લાખ અરજી આવી ગણાઇ. જુલાઈ મહિનામાં તલાટીકમ મંત્રી માટેની પ્રવેશ પરીક્ષા લેવાનાર છે. એટલે દર એક ખાલી બેઠક માટે 500 ઉમેદવારો મેદાનમાં છે.ગાંધીનગરમાં રહેતી તેજસ્વી પટેલ ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં સ્નાતક થઇ છે અને ત્રણ વર્ષથી નોકરી શોધે છે એટલે કંટાળીને હવે તલાટીનાં જોબ માટે અરજી કરી છે.ઈજનેર બનવાનું તેનું સપનું અત્યારે તો વીંખાઈ ગયું છે. બીજા એક ઈજનેરી સ્નાતક મયુર પટેલે જણાવ્યું હતું કે, મે ઈલેક્ટ્રોનિકસ અને સંદેશા વ્યવહારમાં સ્નાતક ડિગ્રી મેળવી છે.

કેટલીક જગ્યાએ કામ મળ્યું પણ પગાર ન મળ્યો. એ લોકો કહેતા કે મને અનુભવ નથી. નોકરી મળે છે તો ગુજરાતની બહાર મળે છે હવે થાકીને તલાટી બનવા અરજી કરી છે. અનેક પેપરલીક કૌભાંડ ઉઘાડા પાડનાર યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતની આ વાસ્તવિક પરિસ્થિતિ છે. દેશમાં સૌથી વધુ બેરોજગારી ગુજરાતમાં છે. ખૂબ ફાંફા મારવા છતાં યુવાનોને નોકરી મળતી નથી. એટલે ઉચ્ચ શિક્ષિત યુવાનો તલાટી માટે અરજી કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર યુવાનોને નોકરી આપવામાં નિષ્ફળ ગઈ છે.

Read About Weather here

પેપરલીક કૌભાંડો થઇ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સહન કરી રહ્યા છે. ગુજરાતનાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ એવો દાવો કર્યો હતો કે અરજી કરનારા બધાય બેકાર નથી. અમને તપાસમાં જાણવા મળ્યું છે કે, અરજી કરનારા મોટાભાગનાં યુવાનો અન્ય કોઈને કોઈ જગ્યાએ કામ કરી જ રહ્યા છે. ગુજરાત સરકારે તાજેતરમાં 90 હજાર નોકરીઓ આપી છે. પણ તાજેતરમાં વિધાનસભામાં ખૂદ સરકારે જાહેર કર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 1287 લોકોને નોકરી અપાઈ છે. રાજ્યમાં નોંધાયેલા શિક્ષિત બેરોજગારોની સંખ્યા 3, 46, 436 જેટલી છે. આ આંકડા પરથી પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોરે સરકારને ટોણો માર્યો હતો કે, ભાજપ સરકારે તો બેરોજગારીમાં પણ નવો વિક્રમ સ્થાપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here