ભુપેન્દ્ર પટેલ-પાટીલની જોડી કમાલ કરે છે: વડાપ્રધાન

ભુપેન્દ્ર પટેલ-પાટીલની જોડી કમાલ કરે છે: વડાપ્રધાન
ભુપેન્દ્ર પટેલ-પાટીલની જોડી કમાલ કરે છે: વડાપ્રધાન
ગુજરાતની એક દિવસની યાત્રાએ આજે ફરી વતન પધરામણી કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના ખૂદવેલમાં જંગી જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમે ચૂંટણીઓ જીતવા નહીં લોકોનું ભલું કરવા માટે આવ્યા છીએ. ચૂંટણી તો અમે લોકોનાં આશિર્વાદથી જીતતા રહ્યા છીએ. તેમણે અભૂતપૂર્વ કાર્યક્રમ બદલ ભારે ખુશાલી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ભારે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, પટેલ અને પાટીલની જોડી કમાલ કરે છે.વડાપ્રધાને ગુજરાતને એક દિવસમાં રૂ.3050 કરોડના અદ્દભુત વિકાસ કામોની ભેટ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

નવસારી જિલ્લામાં વડાપ્રધાનનાં હસ્તે અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવામાં આવ્યા હતા. અંદાજે પાંચ લાખની મેદનીને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, મુખ્યમંત્રીનાં કાર્યકાળ દરમ્યાન પણ મેં એટલી વિશાળ જનમેદની જોઈ નથી. આવો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને પાટીલે સફળ બનાવ્યો છે. હું મુખ્યમંત્રીનો આભારી છું. ચિખલી સાથે મારો વર્ષો જુનો નાતો રહ્યો છે. આજે ફરી ચિખલી આવવાનો મોકો મળ્યો એ મારા માટે ગર્વ અને હર્ષની વાત છે.વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે, ચૂંટણીઓ આવી એટલે વિકાસ કામો થાય છે. એવું નથી. કોઈ એક અઠવાડિયું એવું શોધી લાવો કે જયારે વિકાસનું કોઈ કામ ન થયું હોય. આ એક પડકાર છે. અમારા માટે સતામાં બેસવું એ સેવાનો અવસર છે. ગુજરાતમાં પટેલ અને પાટીલે લોકોમાં વિશ્વાસ જગાવ્યો છે. તેમણે ચિખલી સાથેનાં જુના સંસ્મરણો યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, અગાઉ બસમાંથી ઉતરીને ખભે થેલો લટકાવીને આવતો હતો.

અહીં ઘણા વર્ષો રહ્યો પણ મને ક્યારેય અહીં ભૂખ્યા રહેવાની નોબત આવી નથી. તમારા આશિર્વાદ એ જ મારી શક્તિ છે. આદિવાસી સમાજ પાસેથી જ હું સુઘડતા, સ્વચ્છતા, અનુશાસન શીખ્યો. વડાપ્રધાને લલકાર સાથે કહ્યું હતું કે, આદિવાસીઓ સહિત ગુજરાતનાં લોકોનું જીવન પાણીદાર બનાવવું છે. મારે નવી પેઢીને મુસીબતમાં જીવવા દેવી નથી. એમનું જીવન સુખી રહેવું જોઈએ. લાખો લોકોનું જીવન બદલવાની અમારી નેમ છે. આજે આદિવાસી અને ઓબીસીનાં દીકરાને ડોક્ટર બનવું હોય તો માતૃભાષામાં ભણી શકે છે. મારૂ જીવન ગરીબ, દલિત, વંચિત અને આદિવાસીઓ માટે સમર્પિત છે. વિકાસ યોજનાઓ થકી નવી રોજગારી પેદા કરવી છે. તમે વિશ્વાસ રાખીને મને દિલ્હી મોકલ્યો. પણ મારી ડબલ એન્જિનની સરકાર ઈમાનદારીથી કામ કરી રહી છે. અગાઉ આદિવાસી ગામોમાં રસ્તા પણ ન હતા. આજે વિજ્ઞાન શાળાઓથી માંડીને મેડીકલ કોલેજ પણ થઇ છે.આદિવાસી ગામડાઓમાં ઇન્ટરનેટ પહોંચી ગયું છે.

Read About Weather here

તેમણે એક દાખલો ટાંકીને કહ્યું કે, ભૂતકાળમાં તમારા આદિવાસી વિસ્તારનાં જ એક મુખ્યમંત્રી હતા. પણ મુખ્યમંત્રીનાં ગામમાં જ પાણીનો ટાંકો ન હતો. તેઓ હેન્ડપંપ લગાડતા તો 12 મહિનામાં બગડી જતો. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે સહુ પહેલા એમના ગામમાં પાણીની ટાંકી બનાવડાવી હતી. ખુરવેલ ગામે થી વડાપ્રધાને નવસારી જિલ્લાનાં રૂ.2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આરોગ્ય વિભાગનાં 542 કરોડની યોજનાઓ, રૂ.749 કરોડની પાણી યોજના, 85 કરોડની ઉર્જા યોજના, 98 કરોડનાં માર્ગ અને મકાન વિભાગનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. નવસારીમાં રૂ.542 કરોડનાં ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડીકલ કોલેજ અને હોસ્પિટલનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. ઉપરાંત નવસારીમાં એમ.એ.નાયક હેલ્થકેર કેમ્પસ તથા નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. નવસારીથી તેઓ અમદાવાદ જવા રવાના થયા છે.ગુજરાત ગૌરવ અભિયાનનાં ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, મંત્રી મંડળનાં અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here