આઠ ટ્રેનોમાં હંગામી ધોરણે લાગશે વધારાના કોચ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આઠ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર,

Visit Saurashtra Kranti Homepage here

(1) ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માં વેરાવળથી 3-6. થી 16-6 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 2-6 થી 15-6 સુધી દરરોજ એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન વેરાવળથી 17 જૂન, 2022થી અને બાંદ્રાથી 16 જૂન, 2022થી અત્યાધુનિક કઇંઇ રેક પર દોડશે, જે મુસાફરોને વધુ સારી અને આરામદાયક સુવિધા પૂરી પાડશે.(2) ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ ઓખાથી 2-6 થી 30-6 સુધી અને વારાણસીથી 4-6 થી 2-7 સુધી લગાડવામાં આવશે.

(3) ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ ઓખાથી 6-6 થી 27-6 સુધી અને જયપુરથી 7-6 થી 28-6 સુધી લગાડવામાં આવશે.(4) ટ્રેન નંબર 22905/22906 ઓખા – શાલીમાર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ 5-6 થી 26.06.2022 સુધી ઓખાથી અને 7-6 થી 28-6 સુધી શાલીમારથી લગાડવામાં આવશે.(5) ટ્રેન નંબર 20937/20938 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ પોરબંદરથી 4-6. થી 28-6 સુધી અને દિલ્હી સરાય રોહિલાથી 6-2 થી 30-6 સુધી લગાડવામાં આવશે.

Read About Weather here

(6) ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સ્પ્રેસ માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ પોરબંદરથી 2-6 થી 30-6 સુધી (9-6 સિવાય) અને મુઝફ્ફરપુર થી 5-6 થી 3-7 સુધી (12-6 સિવાય) લગાડવામાં આવશે.(7) ટ્રેન નંબર 22937/22938 રાજકોટ – રીવા એક્સપ્રેસમાં માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ રાજકોટથી 5-6 થી 26-6 સુધી અને રીવા થી 6-6 થી 27-6 સુધી લગાડવામાં આવશે.(8) ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ રાજકોટથી 2-6 થી 30-6 સુધી અને દિલ્હી સરાય રોહિલ્લા થી 3-6 થી 1-7 સુધી લગાડવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here