16 નવા રેકોર્ડ સાથે રાજયકક્ષાની એકવેટિક ચેમ્પિયનશીપનું સમાપન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજય એકવેટિક એસો. અને રાજકોટ જિલ્લા સ્વિમિંગ એસો.ના સંયુકત ઉપક્રમે રાજકોટના યજમાન પદે સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે તા.28 અને તા.29ના રોજ રાજયકક્ષાની સબજુનીયર અને જુનીયર એકવેટિક ચેમ્પિયન શીપ-2022 યોજાઈ હતી જેમાં 16 જેટલા નવા રેકર્ડ સ્વિંમર ભાઈઓ-બહેનોએ પ્રસ્થાપિત કર્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

આ ચેમ્પિયનશીપનું મેયર પ્રદિપ ડવ, રાજયના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરાના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક શાશકપક્ષના સુરેન્દ્રસિંહ વાળા, શાપર વેરાવળ ઈન્ડ.એસોના ચેરમેન રમેશભાઈ ટીલાળા, ફાલ્કન ગ્રુપના ચેરમેન કમલનયન સોજીત્રા, ઉદ્યોગપતિ અમૃતલાલ ખુંટ, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસીડેન્ટ કમલેશ નાણાવટી રાજકોટ જિલ્લા સ્વિમિંગ એસો.ના પ્રમુખ ઉમેશભાઈ રાજયગુરૂ, સેક્રેટરી બંકિમ જોષી વિ.ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્વિમિંગ એસો.પ્રમુખ ઉમેશભાઈ રાજયગુરુએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યા બાદ મેયર પ્રદિપ ડવને ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલા સ્પર્ધક ભાઈ-બહેનો સ્પોર્ટ ક્ષેત્રે જે કંઈ જરૂરિયાત હશે તે કોર્પોરેશન તરફથી મળી રહેશે.તેવી ખાતરી આપી હતી.

આ સ્પર્ધામાં રાજયના અલગ-અલગ જિલ્લાઓના 350 થી વધારે સબ જુનીયર/ જુનીયર ભાઈ-બહેનોએ સ્વિમિંગ, વોટર પોલો અને ડાઈવિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને 16 જેટલા નવા રેકર્ડ પ્રસ્થાપિત કર્યા હતા.સ્વિમિંગમાં બેસ્ટ સ્વિમર દેવાંશ પરમાર (અમદાવાદ) અને અનસુયા કૈથવાસ (વડોદરા) વિજેતા જાહેર થયા હતા.તેમજ અનેક સ્પર્ધકોએ ગોલ્ડ મેડલ, સ્લિવર, બોન્ઝ મેડલ હાંશલ કર્યા હતાં વિજેતા સ્પર્ધકોમાંથી આગામી 38મી નેશનલ એકવેટિક ચેમ્પિયનશીપ માટે પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Read About Weather here

બે દિવસીય ચેમ્પિયનશીપના સમાપન સમારોહમાં મ્યુ. કમિશનર અમીત અરોરા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરા, આસી.કમિશ્નર સી.કે. નંદાણી, પીજીવીસીએલના જોઈન્ટ એમ.ડી. પ્રિતી શાહ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજુભાઈ દોશી, જીનીયસ સ્કૂલના ડી.જી.મહેતા સ્વિમિંગ એસો.ના વિરેન્દ્ર નાણાંવટી, વિ.ની ઉપસ્થિતિમાં વિજેતા સ્પર્ધકોને મેડલ, ટ્રોફી, સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.સમગ્ર ઈવેન્ટની ઉદ્દઘોષણા હરેશ રાવલે કરી હતી અંતમાં આભાર વિધિ એસો.પ્રમુખ ઉમેશભાઈ રાજયગુરુએ કરી હતી.આ ચેમ્પિયન શીપને સફળ બનાવવા એસો.સેક્રેટરી બંકિમ જોષી, અમીત સોરઠીયા, પ્રકાશ કલોલા, મૌલીકભાઈ કોટેચા, ડાઈવિંગ કોચ સાગર ઠકકડ, કોચ, જીજ્ઞેશ રાવલ, નિલેશભાઈ રાજયગુરૂ, સંજયભાઈ વધાસીયા, હિરેન ગૌસ્વામી, નિરજ દોશી, કેયુર રાજયગુરૂ મૈત્રી જોષી, પ્રતિક નાગર, જય ભટ્ટ, વિશ્ર્વા પરમાર, જય પરમાર, નિરવાબેન ભારદ્વાજ, ઋષિ તન્ના, જયવંત રામાણી, દશેન જોશી, અલ્કાબેન ચાવડા, ભગવતીબેન જોષી, પાર્થ વાઢેરે જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here