કેરળમાં વરસાદનું આગમન હવામાન વિભાગની આગાહી…!

અઠવાડિયાના અંત સુધી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ બનેલી રહેશે.આ પહેલા ચોમાસું 2009માં 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું.અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ તરફ આગળ વધી રહ્યું છે. જોઆઅઠવાડિયાના અંત સુધી કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત થઇ શકે છે, તો હાલના વર્ષોમાં એવું પહેલી વખત થશે.

Visit Saurashtra Kranti Homepage here

સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસું પહોંચે છે. એટલે 3 વર્ષે કેરળમાં વહેલું ચોમાસું આવશે. ભારે વરસાદની આગાહીના પગલે કેરળના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.આ પહેલા હવામાન વિભાગે 5 દિવસ પહેલા 27 મે સુધી કેરળમાં ચોમાસું પહોંચવાની ભવિષ્યવાણી કરી હતી.આ વર્ષે ચોમાસું કેરળમાં નિયત સમય કરતાં 5 દિવસ વહેલું આવશે.ગુજરાતના લોકોને ગરમીથી જલ્દી રાહત મળશે. 13 વર્ષે કેરળમાં વહેલું ચોમાસું હોવાથી ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવશે. જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપશે. દેશમાં જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે.

Read About Weather here

રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે આગામી ત્રણ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છેપવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી,પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ રહેવા પામ્યો છે, આ વચ્ચે આવતીકાલે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here