મિત્ર સાથે જ છેતરપિંડી…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વેપારીએ ક્રેડિટ કાર્ડનું બિલ ભરવા રૂપિયા માંગતા તેણે રૂપિયા પરત ન કરતાં વેપારીએ ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઘોડદોડના કાપડ વેપારીને મિત્રતાના ભાવે અડાજણ રહેતા પોતાના મિત્રને ઘરના ભાડા સહિતના ખર્ચ માટે જરૂર પડતાં 3 ક્રેડિટ કાર્ડ આપ્યા હતા.જેમાંથી આરોપીએ 7.19 લાખની રકમ ટ્રાંસફર કરી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રિંગરોડ પર ક્રિષ્ના ટ્રેડીંગના નામે ઓફિસ ચલાવતા પ્રદીપ તારાચંદ સિવાલ(રહે,રેખા પાર્ક એપાર્ટ,અડાજણ)ને ઘરનું ભાડુ સહિત અન્ય કામો માટે રૂપિયાની જરૂર હતી. ઘોડદોડરોડ રહેતા કાપડ વેપારી નીરજ અગ્રવાલની આરોપી પ્રદીપ સિવાલ સાથે મિત્રતા હતી.

Read About Weather here

આથી પ્રદીપે વેપારીને વિશ્વાસમાં લીધો હતો. વેપારીએ પણ તેના પર વિશ્વાસ કરી પોતાનો ઉપરાંત બહેન તેમજ મિત્રનો ક્રેડિટ કાર્ડ અને પીન નંબર આપી દીધો હતો. ક્રેડિટ કાર્ડનું બીલ બાકી હોવાથી વેપારીએ ઉઘરાણી કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. લાખોની રકમ ન આપતા વેપારીએ અઠવા પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી. ગત ફેબુઆરી-22 થી મે-22 સુધીમાં પ્રદીપ સિવાલે ત્રણેયના ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી 7.19 લાખની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here