કાલે સ્વ. કિશનની પુણ્યતિથિએ રકતદાન કેમ્પ

કાલે સ્વ. કિશનની પુણ્યતિથિએ રકતદાન કેમ્પ
કાલે સ્વ. કિશનની પુણ્યતિથિએ રકતદાન કેમ્પ
ઉપલેટા તાલુકાના નાના એવા જામટીંબડી ગામના મૂળ વતની કડવા પટેલ સમાજના શિક્ષણ સમિતિ-રાજકોટ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવનાર નિવૃત દંપતિ હસમુખભાઈ ધમસાણીયા અને ભારતીબેન ધમસાણીયાના ત્રણ બહેનોના એક માત્ર ભાઈ 21 વર્ષના આશાસ્પદ પુત્ર કિશનની અણધારી વિદાયને બે વર્ષ પૂર્ણ થતાં

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર ધમસાણીયા પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે શહેરની રેડક્રોસ બ્લડબેંકના સથવારે તા. 28-5 શનિવારના રોજ સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી ‘કિશન’ રવિરત્ન પાર્ક મેઈન રોડ શેરી નં.3 યુનિવર્સિટી રોડ પર રકતદાન શિબિર યોજવામાં આવશે.

Read About Weather here

રકતદાન શિબિરમાં ધમસાણીયા પરિવારના પરિવારજનો, સ્વ.કિશનના મિત્રો, સગાસબંધીઓ, શુભેચ્છકો, સોસાયટીના રહેવાસીઓ સહિત 100 રકતદાતાઓ રકતનું મહાદાન કરશે.સમગ્ર આયોજનની સફળતા માટે હસુભાઈ ધમસાણીયા, ભારતીબેન પટેલ, અનુપમ દોશી હિંમતભાઈ માલવીયા, નિરાલીબેન, અનોકીબેન, કાંતિભાઈ સાવલીયા, ભેપેન્દ્ર રૂપારેલીયા કાર્યરત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here